Not Set/ video: પાલીકાના કર્મીઓ કચરાની ગાડીમાં ગણપતિની મૂર્તિ લઇ જતા વિવાદ

સેલવાસ, સેલવાસ પીપરીયા વિસ્તારમા ફૂટપાથ પર ગણપતિની મૂર્તિઓ વેચનારા સામે પાલિકાએ કાર્યવાહી કરી છે. પાલિકા દ્વારા ગણપતીની મૂર્તિઓને કચરાની ગાડીમા લઇ જવામાં આવી હતી. જેના કારણે પાલીકાના કર્મીઓ અને મૂર્તિઓના વિક્રેતાઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. વિવાદ દરમ્ચાન બોલાચાલી ઉગ્ર બની હતી. વિવાદને લઇને વિવિધ સંસ્થાઓ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. સ્થાનિક સુત્રો દ્વારા મળતી માહિતી […]

Gujarat Trending Videos

સેલવાસ,

સેલવાસ પીપરીયા વિસ્તારમા ફૂટપાથ પર ગણપતિની મૂર્તિઓ વેચનારા સામે પાલિકાએ કાર્યવાહી કરી છે. પાલિકા દ્વારા ગણપતીની મૂર્તિઓને કચરાની ગાડીમા લઇ જવામાં આવી હતી.

જેના કારણે પાલીકાના કર્મીઓ અને મૂર્તિઓના વિક્રેતાઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. વિવાદ દરમ્ચાન બોલાચાલી ઉગ્ર બની હતી. વિવાદને લઇને વિવિધ સંસ્થાઓ દ્વારા બેઠક યોજવામાં આવી હતી.

સ્થાનિક સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાલિકા ચીફ ઓફિસર દ્વારા અપાયેલ આદેશ બાદ કર્મીઓને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. મૂર્તિ વિક્રેતાઓ દ્વારા પાલિકામાં દુકાન ચલાવવા માટે પરવાનગીની અરજી કરવામાં આવી હતી.

પાલીકાને ટેક્ષ પણ ચુકવવામાં આવે છે છતા પાલીકા દ્વારા મૂર્તિ વિક્રેતા સામે કાર્યવાહી કરી ગણપતી ભગવાનની મૂર્તિ કચરાની ગાડીમાં લઇ જવાતા વિવાદ વકર્યો છે.