Gujarat News : ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી મેન્ડેટવાળું રાજકારણ જોવા મળી રહ્યું છે. હાઈકમાન્ડ નક્કી કરે તેના નામનું પરબીડિયું પહોંચે છે, અને વરણી થાય છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મોટાભાગની સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે મેન્ટેડ મોકલવાની પ્રથા શરૂ કરાવી હતી. જોકે હવે મેન્ટેડનો વિરોધ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
થોડા સમય અગાઉ ઈફ્કો, નાફેડની ચૂંટણીમાં ભાજપના મેન્ટેડની ધરાર અવગણના કરવામાં આવી હતી. દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટની ઐસીતૈસી કરીને ચૂંટણીમાં જીત મેળવી ભાજપને પોતાની તાકાતનો પરચો દેખાડી દીધો. બંને ચૂંટણીમાં ભાજપના વળતા પાણી થયા હતા. પરંતું આ કારણે સહકારી સંસ્થાઓના ચૂંટણીમાં પાવર આવી ગયો છે. સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં મેન્ડેટનો વિરોધ થવાની શક્યતા દેખાઈ રહી છે. પાર્ટીમાં આંતરિક જૂથવાદ વધી રહ્યો છે, જેને કારણે પ્રદેશ ભાજપ પણ ટેન્શનમાં છે.
તેથી જ સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં મેન્ડેટનો વિરોધ થવાની શક્યતા છે. કારણ કે, અસંતુષ્ટો ફરી ભાજપની પ્રદેશ નેતાગીરી સામે માથુ ઉંચકી રહ્યાં છે. પાર્ટીમાં નવા સંઘાણી અને રાદડિયા બનવા તૈયારી ચાલી રહી છે. ત્યારે હવે ભાજપ માટે સહકારી સંસ્થાઓમાં મેન્ડેટ આપવું એટલે અગ્નિપરીક્ષા સમાન છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તે પહેલાં જ અમૂલ સહિત અન્ય ૩૩ સહકારી સંસ્થાઓમાં ચૂંટણી યોજાવવા જઈ રહી છે. તેમાં પણ ભાજપમાં પ્રવર્તી રહેલી જૂથબંધી ચૂંટણીમાં મોટો અપસેટ સર્જી શકે છે.
તેથી ભાજપ નવુ પ્લાનિંગ કરી રહ્યું છે. આ ચૂંટણીઓ ભાજપ માટે લિટમસ ટેસ્ટ બની રહેશે. ત્યારે જોવુ એ રહ્યું કે, ભાજપ મેન્ડેટ આપશે કે પછી પોતાની સ્ટ્રેટેજી બદલશે તે જોવું રહ્યું. ભાજપના ઘણાં નારાજ નતાઓ સહકારી ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ચૂંટણી મેદાને ઉતરે તેવી શક્યતા છે. જો આવું થયુ તો આંતરિક જૂથવાદ ફરીથી વકરશે.
આ પણ વાંચો:વડોદરાઃ હરણી તળાવ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરોને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી
આ પણ વાંચો:વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી રિટ પિટિશન
આ પણ વાંચો:હરણી તળાવ દુર્ઘટના મામલે 18 સામે ગુનો નોંધાયો, હર્ષ સંઘવીએ આપ્યા કડક તપાસના આદેશ
