ડેડિયાપાડાનાં ગારદા ગામે દીપડાએ વધુ એક વાછરડીનું મારણ કર્યું છે.ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં કેટલાક સમયથી દીપડાએ આતંક મચાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.ત્યારે તાજેતરમાં ડેડીયાપાડાના ગારદા ગામે દીપડાએ પશુઓનું મારણ કર્યું હોવાનું જાણ થતાં ગ્રામજનોમાં ભારે ફાફડાટ ફેલાયો છે.
ડેડીયાપાડાના ગારદા ગામના પશુપાલક જીવરાજભાઈની વાછરડીને મળસ્કે 1 અને 30 વાગ્યા ની સુમારે દીપડાએ મારણ કર્યું હતું, ઘરની બહાર વાડામાં બાંધેલા પશુઓનો મધ્યરાત્રીએ અવાજ આવતા જીવરાજભાઈએ બેટરી મારતાં જોયું તો એક દીપડો વાછરડી નું મારણ કરતો હતો, અને જેવી દીપડા પર બેટરી પડી દીપડો ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જેને લઈને દીપડા નાં આતંક થી ગારદા ગામ ના પશુપાલકો માં ભારે ભય નો માહોલ ફેલાયો છે.
આ ઘટના બાદ ગારદા ગામના પશુપાલક મુકેશભાઈએ વન વિભાગના કર્મચારીઓને જાણ કરતા સવારે વન વિભાગનો કાફલો, પશુ ડોકટરો સહિત ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ડેડીયાપાડા સાગબારાના અંતરિયાળ ગામડાઓમાં દીપડાઓના સમૂહને કારણે ગ્રામજનો માં ભય ફેલાયો છે, બાળકો અંતરિયાળ ગામડાઓમાં ચાલતા શાળાએ જતા હોય ખેડૂતો ખેતી કામે જતા હોય જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વહેલી તકે દીપડાને પકડવામાં આવે એવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.
આ પણ વાંચો:મનપા દ્વાર પ્રતિબંધિત પ્લાસ્ટિક ફેકટરીમાંથી 5 લાખ કરતા વધુ નો માલ ઝપ્ત
આ પણ વાંચો:અમૂલે ઘરનું બજેટ બગાડ્યું, દૂધના ભાવમાં લિટરે 3 રૂપિયાનો કર્યો વધારો
આ પણ વાંચો:એલિસબ્રિજની તક્ષશિલા એર બિલ્ડિંગમાં લાગી આગ, ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે
આ પણ વાંચો:સ્વયંભુ પ્રગટ પીપળેશ્વર મહાદેવના ભવ્યાતિભવ્ય અતિરૂદ્ર મહા યજ્ઞનો પ્રારંભ
