Pipaleshwar Mahadev/ સ્વયંભુ પ્રગટ પીપળેશ્વર મહાદેવના ભવ્યાતિભવ્ય અતિરૂદ્ર મહા યજ્ઞનો પ્રારંભ

મહેસાણા જીલ્લાના લાંઘણજ-સાલડી ગામના પૌરાણિક અને ચમત્કારી સ્વયંભુ પ્રગટ શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય અતિરૂદ્ર મહાયજ્ઞ તથા પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે.

Gujarat
Pipaleshwar Mahadev
  • કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન ભવ્યાતિભવ્ય શિવાલયનુ નિર્માણ
  • શ્રી પીપળેશ્વર મહાદેવ પરિવાર દેવતાઓ શ્રી અંબાજી માતા અને શ્રી શ્રી ઉમિયા માતાજી પરિવારની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
  • પાંચ દિવસ સુધી ચાલનારા શત કુંડીય હોમાત્મક અતિરૂદ્ર મહાયજ્ઞમા 24 લાખ 56 હજાર આહુતિ અપાશે
  • લાખો શ્રદ્ધાળુઓના આસ્થા – શ્રધ્ધાળુઓનુ કેન્દ્ર બન્યું અલૌકિક તીર્થસ્થાન

Pipaleshwar Mahadev: મહેસાણા જીલ્લાના લાંઘણજ-સાલડી ગામના પૌરાણિક અને ચમત્કારી સ્વયંભુ પ્રગટ શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય અતિરૂદ્ર મહાયજ્ઞ તથા પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે. મહાયજ્ઞ મહોત્સવ ના પ્રથમ દિવસે દિવ્ય અને અલૌકિક વાતાવરણમાં હર હર મહાદેવ ના જયઘોષ સાથે મહાયજ્ઞ નો શુભારંભ કરવામાં આવ્યો.

લાખો શ્રદ્ધાળુઓના આસ્થા અને શ્રદ્ધાનુ કેન્દ્ર તથા તીર્થ સ્થાન ગણાતા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે તા-પહેલી ફેબ્રુઆરી 2023 થી તા. પાંચ ફેબ્રુઆરી 2023 સુધી ભવ્યાતિભવ્ય મહોત્સવ નું આયોજન કરાયું છે. ભવ્યાતિ ભવ્ય મહોત્સવના પ્રથમ દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે શત કુંડીય હોમાત્મક અતિરૂદ્ર મહાયજ્ઞ નો શુભારંભ થયો છે પાંચ દિવસ સુધી ચાલનારા મહાયજ્ઞમા 24 લાખ 56 હજાર કરતા વધારે આહુતિ આપવામાં આવશે.

કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત શિવાલયમાં રાજસ્થાન ના કુશળ કલાકારો દ્વારા વાસ્તુ શાસ્ત્ર ના નિયમો અનુસાર નયનરમ્ય અને કલાત્મક કોતરણી કરવામાં આવી છે. અત્યંત દુર્લભ ગણાતા શત કુંડીય હોમાત્મક અતિરૂદ્ર હોમાત્મક મહાયજ્ઞ માં દાતાઓએ પરિવાર સાથે આહુતિ આપી હતી.

દિવ્ય અને ભવ્ય શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર અલૌકિક શક્તિ નો સ્તોત્ર છે જ્યાં પ્રતિવર્ષ લાખો શ્રદ્ધાળુઓ દેવાધીદેવ પ્રભુ શિવજીના ચરણોમાં શિશ જુકાવી ધન્યતા અનુભવે છે. લાંઘણજ અને સાલડી ની આજુબાજુ ના 42 ગામોના રહીશોમા આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મહાયજ્ઞ મહોત્સવના પ્રથમ દિવસે સાલડી ગામમાંથી સવારે જળયાત્રા અને દાદાની પાલખી યાત્રા નીકળી હતી. હર હર મહાદેવ ના જયઘોષ સાથે નીકળેલી યાત્રા માં હજારો શિવભક્તો જોડાયા હતા. ડીજે ના તાલે ભક્તિ ગીતોના નાદ સાથે નાચતા કૂદતા શિવભક્તો મંદિર પરિસરમાં પહોંચ્યા હતા.

હજારો સ્વયંસેવકો દ્વારા વિવિધ સેવા આપવામાં આવી રહી છે.મોડી રાત્રે પ્રખ્યાત ગાયક કલાકાર સાગર પટેલ અને સાથી કલાકારો ના ગરબાનું આયોજન કરાયું હતું સાથે દાંતા ઓનાં સન્માન અને બાકીની ઉછમણીનો કાર્યક્રમ યોજાયો હતો. મહત્વની વાત એ છે કે મહોત્સવમાં ભાગ લેવા માટે અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી 500 કરતા વધારે શ્રદ્ધાળુઓ પધાર્યા છે.

આ પણ વાંચોઃ

Adani-JPC Demand/ અદાણીના મુદ્દે સંસદમાં વિપક્ષનો જોરદાર હંગામો, જેપીસી રચવાની માંગ

Vande Bharat Metro/ વંદે ભારત એક્સપ્રેસ બાદ હવે વંદે મેટ્રો ટ્રેન દેશભરમાં દોડશે: રેલ્વે મંત્રી

Adani FPO Dropped/ “રોકાણકારોનું હિત સર્વોપરી”: FPO પડતો મૂક્યા પછી ગૌતમ અદાણીનું નિવેદન