Unseasonalrain/ કમોસમી વરસાદઃ આજે ગુજરાતના આ ત્રણ જિલ્લાઓનું આવી બન્યું

કમોસમી વરસાદને લઈને ગુજરાતના વિવિધ વિસ્તારોને લઈને વાતાવરણ વાદળછાયુ અને કેટલાય સ્થળોએ વરસાદ પડવાની ગાહી છે. પણ સોમવારે તો ગુજરાતના ત્રણ જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ભારે વરસાદની આગાહી છે.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 2023 11 27T111602.785 કમોસમી વરસાદઃ આજે ગુજરાતના આ ત્રણ જિલ્લાઓનું આવી બન્યું

ગાંધીનગરઃ કમોસમી વરસાદને લઈને ગુજરાતના વિવિધ વિસ્તારોને લઈને વાતાવરણ વાદળછાયુ અને કેટલાય સ્થળોએ વરસાદ પડવાની ગાહી છે. પણ સોમવારે તો ગુજરાતના ત્રણ જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ભારે વરસાદની આગાહી છે. આ ત્રણ જિલ્લાઓને કમોસમી વરસાદ ચોમાસુ પણ ભૂલાવી દેશે તેટલી હદે ધમરોળશે. આ ત્રણેય જિલ્લા દક્ષિણ ગુજરાતના છે. તેમા સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.

આ ઉપરાંત દાદરાનગરહવેલી, દમણમાં પણ માવઠુ વરસી શકે છે. તેની સામે સોમવારે મોટાભાગના જિલ્લાઓમાં યલ એલર્ટ છે. ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં વરસાદની આગાહી છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ માવઠુ વરસી શકે છે. તેની સામે ગાંધીનગર, અમદાવાદ, બોટાદમાં વરસાદની આગાહી છે.

આ ઉપરાંત ડાંગ, છોટાઉદેપુર, તાપી, દાહોદમાં પણ વરસાદનું યલો એલર્ટ છે. જો કે રાહતના સમાચાર હોય તો તે ઉત્તર ગુજરાત માટે છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત છે. આમ છતાં અમદાવાદમાં વરસાદ પડવાની આગાહી છે.

હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ રાજ્યના હવામાનમાં પલટો આવતા 27 નવેમ્બર સુધી રાજ્યનાઅનેક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે બેથી ત્રણ ઇંચસુધીના માવઠાની આગાહી છે. તેમા પણ ખાસ કરીને ભાવનગર, ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ ત્રાટકશે જ. આ ઉપરાંત કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. આના લીધે ખેડૂતોને રવિ પાકમાં ભારે નુકસાન થશે તેમ મનાય છે.


આ પણ વાંચોઃ Buddh Statue/ પીએમના વતન વડનગરમાં બુદ્ધની 80 ફૂટની પ્રતિમા બનાવાશે

આ પણ વાંચોઃ Ahmedabad-Murder/ હેબતપુરનો 26 વર્ષીય યુવક ઘર પાસેના ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યો

આ પણ વાંચોઃ Principal/ ભરતીના ધમધમાટ વચ્ચે હજી પણ 390 આચાર્યોની જગ્યા ખાલી