કમોસમી વરસાદ/ ગીર સોમનાથમાં ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં, ચણા, ધાણા સહિતના પાકને ભારે નુકશાન

અચાનક કમોસમી વરસાદે ગીરમાં સર્જી આફત, તાલાળા, વેરાવળ, ઉના સહિત ગીર નજીકના ગામોમાં ખેડૂતો માં વ્યાપી ચિંતા, તાજેતરમાં વાવેલા પાકો પર કમોસમી વરસાદ ના પાણી ફરી વળ્યા.

Gujarat Others
ગીર સોમનાથ

Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક માવઠાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.ત્યારે ધોધમાર વરસાદ અને ફૂકાયેલા ભારે પવનથી તુવેરનો ઉભો પાક ઢળી પડ્યો છે.તેમજ ચણા, ધાણા સહિતના પાકને પણ ભારે નુકશાન થવા પામ્યું છે.ત્યારે ખેતરોમાં વરસાદી પાણી ભરાતા પશુઓનો ઘાસ ચારો પલડી ગયો છે.

આજે ગીર માં વેહલી સવારે આસમાન માંથી આકાશ માથી આફત વરસી છે અને જિલ્લામાં સાર્વત્રિક માવઠા ના કારણે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે, જેમાં પણ ખાસ કરી ને તાલાળા, વેરાવળ, ઉના, સુત્રાપાડા અને ગીર જંગલ આસપાસ ના ગામોમાં ભારે વીજળી ના કડાકા સાથે કમોસમી વરસાદથી ગીર માં તાજેતર માં વાવેલા પાકો પર આફત આવી ચડી છે, ક્યાંક ધોધમાર વરસાદ અને ફૂકાયેલા ભારે પવન ની તુવેર નો પાક ઢળી પડી તો ક્યાંય પશુઓ નો ઘાસ ચારો ઢળી પડ્યો.

 ગીરના ખેડૂત નું કેહવુ છે કે દોઢ ઇચ જેટલો વરસાદ કડાકા ભડાકા અને ભારે પવન ના સૂસવાટા સાથે તૂટી પડ્યો હતો અને આ વિસ્તાર માં લગભગ દોઢ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના કારણે ખેડૂતો ની તુવેર ના પાક માં તો નુકશાની આવી જ છે પરંતુ હવે ચણા, અને ધાણા ના પાક ની બરબાદી પણ બે દિવસ બાદ દેખાશે. એટલુજ નહિ આં વિસ્તાર માં ઘઉં ની ખેતી કરતા ખેડૂતો ની મુશ્કેલી પણ આં કમોસમી વરસાદે વધારી દીધી છે. ગીર વિસ્તાર માં આવેલી કમોસમી અફતે ખેડૂતો ને રાતા પાણીએ રોવડાવી દીધા છે અને ખેડૂતો ના મતે હજુ વરસાદ ની આગાહી છે અને જો વધુ વરસાદ પડશે તો મોટું નુકશાન થશે.


whatsapp ad White Font big size 2 4 ગીર સોમનાથમાં ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં, ચણા, ધાણા સહિતના પાકને ભારે નુકશાન


આ પણ વાંચો:ગુજરાતમાં માવઠું જારીઃ આજે તાપીના કુકરમુંડા જિલ્લામાં દોઢ ઇંચ વરસાદ

આ પણ વાંચો:કેમ ગુજરાતમાં કમોસમી વરસાદે મચાવી તબાહી, વીજળી પડવાથી બે ડઝન લોકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો:અમદાવાદના ચાંદલોડિયા, જગતપુર, છારોડી, ત્રાગડમાં સ્ટોર્મ વોટેર ડ્રેનેજ લાઇનને મંજૂરી

આ પણ વાંચો:કમોસમી વરસાદઃ આજે ગુજરાતના આ ત્રણ જિલ્લાઓનું આવી બન્યું