Ahmedabad/ વિરમગામ પંથકમાં કમોસમી વરસાદથી ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન

વિરમગામ ગ્રામ્ય અને નળકાંઠાના ગોમામાં નુકસાનનું સર્વે કરી વળતર આપવા ખેડુતો દ્વારા માગ કરાઇ

Ahmedabad Gujarat

નવીન મહેતા – પ્રતિનિધિ, ડુમાણા

સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતાની આગાહીને લઈને વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો ખેતીને મોટું નુકસાન થયુ છે.

વિરમગામ તાલુકા નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમા બે દિવસ સરેરાશ 1.5 થી 2 ઇંચ કમોસમી વરસાદ પડતા ખેતરોના ઉભા પાકને નુકસાન થયુ છે. વિરમગામ નળકાંઠાએ ખેતી વિસ્તાર છે. મોઘું બિયારણ મજૂરી સાથે ઉભો કરાયેલો પાક લણવાની તૈયાર સાથે વરસાદ પડતા ખેડુતના મોં મા આવેલો કોળીયો કુદરતની થપાટે છીનવાયો છે.

વિરમગામ તાલુકા અને નળકાંઠાના કમીજલા, શાહપુર, નભોઇ, ઝેઝરા, ઘોડા, કુમારખાણ, નાની કિશોલ વસવેલીયા, ખેંગારીયા, ઓગણ વાસવા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેતીના ઉભો પાક કપાસ, એરંડા, ઘઉં, જીરૂ, ધાણા, અજમો સહિતના પાકો રવિ પાકો મોટું નુકસાન પહોંચ્યુ છે. ખેતરો વરસાદી પાણીથી ભરાયેલા છે ત્યારે ખેડુતો ચિંતિત છે. સરકાર પાસે નુકસાનીનુ સર્વે કરાવી વળતરની માગ કરી રહ્યા છે.


અમદાવાદ જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો

અમદાવાદ જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો