Ahmedabad News: ગુજરાતમાં થયેલા જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડ (Junior Clerk Paper Leak Case)ને લઈને હવે નવો રાજકીય વિવાદ સામે આવ્યો છે. Bharatiya Janata Party (BJP) દ્વારા અરવલ્લી જિલ્લામાં યુવા મોરચાના પ્રમુખ તરીકે આકાશ જશુભાઈ પટેલની નિમણૂક થતાં પક્ષની અંદર તેમજ જનતા વચ્ચે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. કારણ કે આકાશ પટેલનું નામ અગાઉ પેપર લીક કૌભાંડમાં સામે આવ્યું હતું અને તેની ધરપકડ પણ થઈ હતી, જેના કારણે આ નિર્ણય પર અનેક પ્રશ્નો ઊભા થયા છે.
Junior Clerk Paper Leak Caseના આરોપી હવે ભાજપના નેતા!
જાન્યુઆરી 2023માં યોજાયેલી જુનિયર ક્લાર્ક (Junior Clerk Paper Leak Case) ભરતી પરીક્ષા પેપર લીક થતાં રાજ્યભરમાં ભારે વિવાદ ઊભો થયો હતો. આ કેસની તપાસ Gujarat ATS દ્વારા કરવામાં આવી હતી, જેમાં તેલંગાણાની એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થવાનો પર્દાફાશ થયો હતો. તપાસ દરમિયાન અનેક આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને લગભગ 25થી વધુ લોકોના નામ સામે આવ્યા હતા. તેમાં અરવલ્લી જિલ્લાના બાયડ સાથે સંકળાયેલા આકાશ પટેલનું નામ પણ સામેલ હતું.

આકાશ પટેલ સામે આક્ષેપ હતો કે તેણે આશરે 10 લાખ રૂપિયા આપીને પરીક્ષાનું પેપર અગાઉથી મેળવ્યું હતું. આ કેસ (Junior Clerk Paper Leak Case) માં તેની ધરપકડ બાદ રાજકીય જોડાણોને લઈને પણ ચર્ચા શરૂ થઈ હતી. સ્થાનિક સ્તરે તેની ઓળખ અને પરિવારના રાજકીય પ્રભાવને કારણે તેને ફાયદો મળ્યો હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
હવે જ્યારે તેને જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે, ત્યારે આ નિર્ણય પાછળના રાજકીય સમીકરણો અંગે ચર્ચાઓ તેજ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિમણૂકને કારણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેની દાવેદારી મજબૂત બની શકે છે અને પાર્ટી તરફથી ટિકિટ મેળવવા માટેનું માહોલ તૈયાર થઈ રહ્યું છે.
આ સમગ્ર મામલાએ સરકારની નીતિ અને છબી અંગે પણ સવાલો ઊભા કર્યા છે. એક તરફ સરકાર પેપર લીક (Junior Clerk Paper Leak Case) જેવા ગુનાઓ સામે કડક કાર્યવાહી અને કાયદાની વાત કરે છે, તો બીજી તરફ આવા આરોપોનો સામનો કરી ચૂકેલા વ્યક્તિને સંગઠનમાં સ્થાન આપવું વિરોધ પક્ષો અને યુવાનો માટે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું રહેશે કે આ મુદ્દે રાજકીય રીતે શું વળાંક આવે છે અને પક્ષ અથવા સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવે છે કે નહીં.
આ પણ વાંચો:જુનિયર ક્લાર્ક પેપર લીક મામલો, આગામી 100 દિવસમાં નવી પરીક્ષા યોજાશેઃબોર્ડ
આ પણ વાંચો:જુનિયર ક્લાર્ક પેપર લીક અંગે સરકાર એક્શનમાં, સરકાર લાવી શકે છે કાયદો
આ પણ વાંચો:જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATS થયું ક્લિક, વધુ 10ની કરી ધરપકડ
