World News/ ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ અને સુનામીનો ખતરો, મનાડોમાં ઈમારત ધરાશાયી થતા જાનહાનિ

Indonesiaમાં 7.4ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી તબાહી મચી છે. સુનામીની ચેતવણી અને જાનમાલના નુકસાન અંગેની તમામ વિગતો માટે વાંચો આ ખાસ અહેવાલ.

Top Stories World Breaking News
earthquake Indonesia

Powerful Earthquake Hits Indonesia: ઈન્ડોનેશિયાના પૂર્વીય દરિયાકાંઠે ગુરુવારે વહેલી સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) ના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર 7.4ની તીવ્રતા ધરાવતો આ ભૂકંપ સુલાવેસી અને માલુકુ ટાપુઓ વચ્ચેના મોલુકા સમુદ્રમાં 35 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.

જાનમાલનું નુકસાન અને તબાહી

ભૂકંપના કારણે ઉત્તર સુલાવેસી પ્રાંતના મનાડો શહેરમાં એક ઈમારત ધરાશાયી થતાં એક વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. સ્થાનિક સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓફિસર જ્યોર્જ લીઓ મર્સી રાડાંગે જણાવ્યું હતું કે આંચકા ખૂબ જ તીવ્ર હતા અને લાંબા સમય સુધી અનુભવાયા હતા. મનાડોમાં લોકો ભયના માર્યા રસ્તા પર ઉતરી આવ્યા હતા.

સુનામીની ચેતવણી અને દરિયાના મોજાં

ભૂકંપ બાદ તરત જ પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટર (PTWC) દ્વારા ઈન્ડોનેશિયા(Indonesia ), ફિલિપાઈન્સ અને મલેશિયાના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.

ઉત્તર મિનાહાસામાં 75 સેન્ટીમીટર અને બિટુંગમાં 20 સેન્ટીમીટર ઉંચા મોજાં નોંધાયા હતા.

જોકે, બે કલાક બાદ સુનામીનો ખતરો ટળી જતાં ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી.

earthquake Indonesia

લોકોમાં જોવા મળ્યો ભારે ગભરાટ

Indonesia ના સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપ એક મિનિટથી વધુ સમય સુધી ચાલ્યો હતો. તે એટલો જોરદાર હતો કે દીવાલો હલવા લાગી હતી. ટેરનેટના એક રહેવાસીએ જણાવ્યું કે, “મેં જોયું કે ઘણા લોકો સ્નાન કર્યા વગર જ ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.” ભૂકંપ બાદ લગભગ 11 જેટલા આફ્ટરશોક્સ પણ અનુભવાયા છે, જેમાં સૌથી વધુ તીવ્રતા 5.5 નોંધાઈ હતી.

earthquake Indonesia

શા માટે Indonesiaમાં વારંવાર ભૂકંપ આવે છે?

ઈન્ડોનેશિયા (Indonesia ) પેસિફિક ‘રિંગ ઓફ ફાયર’ પર સ્થિત છે, જ્યાં ટેક્ટોનિક પ્લેટો અથડાવાને કારણે વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ બનતી રહે છે. અગાઉ 2004માં 9.1ની તીવ્રતાના ભૂકંપ બાદ આવેલી સુનામીમાં 1,70,000 થી વધુ લોકોના મોત થયા હતા.

(Disclaimer):

આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓ અને પ્રાથમિક અહેવાલો પર આધારિત છે. કુદરતી હોનારતની સ્થિતિમાં વાચકોને સત્તાવાર સરકારી ચેતવણીઓ અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા વિનંતી છે. આ માહિતીના આધારે લેવાયેલા કોઈપણ નિર્ણય માટે સંસ્થા જવાબદાર રહેશે નહીં.


આ પણ વાંચો :  તેલ ચોરોની ખેર નથી! પાકિસ્તાને તેલ-ગેસની દાણચોરી રોકવા આતંકવાદ વિરોધી કાયદો રજૂ કર્યો

આ પણ વાંચો :  ઈરાનનો માસ્ટરપ્લાન, હોર્મુઝ પર વસૂલશે ટોલ ટેક્સ; અમેરિકા-ઈઝરાયેલના જહાજો પર પ્રતિબંધથી ખળભળાટ

આ પણ વાંચો :  પાકિસ્તાન મધ્યસ્થી નથી માત્ર જગ્યા આપી રહ્યું છે, ઈરાન-અમેરિકા જંગ પર પૂર્વ RAW ચીફ વિક્રમ સૂદનું નિવેદન