Not Set/ ભાજપના નેતાઓની ઘોર બેદરકારી, સીએમના કાર્યક્રમમાં હાજર રહેલા ડે. મેયર કોરોના પોઝિટિવ

કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરની આશંકા વચ્ચે રાજ્યમાં ઠેર-ઠેર સરકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે,

Gujarat Surat
નેતાઓની

કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈ દેશભરમાં ભારે દહેશત જોવા મળી રહી છે અને દેશભરમાં કોરોનાના કેસોમાં મોટી સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આ વચ્ચે ભાજપના નેતાઓની ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહને અવગણીને વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે.

આ પણ વાંચો :સુરતમાં જનતા દ્વારા કોરોનાને આમંત્રણ, શહેરનાં શાક માર્કેટમાં લોકોની જોવા મળી ભારે ભીડ

હકીકતમાં, કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરની આશંકા વચ્ચે રાજ્યમાં ઠેર-ઠેર સરકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ વચ્ચે ડાયમંડ સીટી સુરતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોરોનાના કેસો સામે આવ્યા છે.

સીએમ ભુપેન્દ્ર પટેલના સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેલાસુરત ભાજપ જિલ્લા પ્રમુખ બાદ ભાજપ મહામંત્રી કિશોર બિંદલ અને શહેરના ડે. મેયરનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : શહેરની શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના પોલીસ ફરિયાદને દોઢ મહિનો વિતવા છતાં પણ કાર્યવાહી ન થઇ

સીએમના કાર્યક્રમમાં જ સામે આવેલી ભાજપના નેતાઓની ઘોર બેદરકારી બાદ હવે સામે આવી રહ્યું છે કે, આમ ભાજપના મેળાવડા બાદ નેતાઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને સાથે સાથે લોકોમાં પણ કોરોનાના કેસો વધવાની દહેશત ઉભી થઇ છે.

તમને જણાવી દઈએ કે, કોરોનાના સામે આવેલા નવા વેરિયન્ટ ઓમિક્રોનની દહેશત વચ્ચે ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સલાહ અપાય છે, ત્યારે ભાજપના જ નેતાઓ જ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે.

આ પણ વાંચો :અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શો,શું બનશે ત્રીજી લહેર નો ખતરો…

આ પણ વાંચો :AMC દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત નવું અભિયાન શરૂ કરાયું.

આ પણ વાંચો :રાજ્યમાં એકવાર ફરી કમોસમી માવઠું, ગાંધીનગર, અમદાવાદ સહિત જિલ્લાઓમાં આંશિક વરસાદ