Surat News/ સુરતની ખાનગી હોસ્પિટલમાં નર્સનું મૃત્યુ, પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધનો એંગલ; પોલીસે તપાસ શરૂ કરી

સુરતના પરવટ પાટીયા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી 24 વર્ષીય નર્સનું મૃત્યુ (Surat Nurse Death) થતાં પોલીસે તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Surat Breaking News
Surat Nurse Death:પરવટ પાટીયાની હોસ્પિટલમાં નર્સના મૃત્યુથી ચકચાર, ફોન રેકોર્ડની તપાસ શરૂ

Surat News: સુરતના પરવટ પાટીયા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી 24 વર્ષીય નર્સનું મૃત્યુ (Surat Nurse Death) થતાં તબીબી વર્તુળમાં ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલ પરિસરમાં આવેલા સ્ટાફ નિવાસસ્થાનમાં નર્સ મૃત હાલતમાં મળી આવતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

Surat Nurse Death: 24 વર્ષની નર્સનું શંકાસ્પદ મૃત્યુ

પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક યુવતી મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી હતી અને ભરૂચમાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી. છેલ્લા બે મહિનાથી તે સુરતની ખાનગી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ સાથે નર્સ તરીકે ફરજ બજાવી રહી હતી. હોસ્પિટલ તરફથી તેને કેમ્પસમાં રહેવાની સુવિધા આપવામાં આવી હતી.

વહેલી સવારે સહકર્મીઓએ તેની કોઈ પ્રતિક્રિયા ન મળતાં તપાસ કરતા તે મૃત (Surat Nurse Death) હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

ઘટનાની માહિતી મળતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સાથે જ મૃતકના પરિવારજનોને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક (Surat Nurse Death)ના મોબાઇલ ફોન અને કોલ ડિટેઇલ્સની ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન એક વ્યક્તિ સાથે થયેલી વાતચીત અને તેના આધારે કેટલાક પાસાઓની તપાસ ચાલી રહી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.

પોલીસે જણાવ્યું છે કે તમામ સંભવિત પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક પુરાવા અને પૂછપરછ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:સુરતની હોટેલમાં દંપતીનો આપઘાતનો પ્રયાસ, પત્નીનું મોત

આ પણ વાંચો:સુરતમાં ઉદ્યોગપતિની પત્નીનો આપઘાત

આ પણ વાંચો:‘આજે મારી ધીરજ ખૂટી ગઈ છે’, કહી મહિલાએ ફિનાઈલ પી લીધું, સુરતમાં પડોશીના ત્રાસથી મહિલાનો આપઘાતનો પ્રયાસ