Ahmedabad News/ AUDAની 750 થી વધુ ઈમારતોને નોટિસ, ‘જો કોઈ દુર્ઘટના ઘટશે તો મકાનમાલિક જવાબદાર રહેશે’

BU પરવાનગી અથવા ફાયર NOC વિનાની ઇમારતો 15 દિવસની અંદર અરજી કરવી આવશ્યક છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (Ahmedabad Urban Development Authority) એ શહેરની 750 થી વધુ ઇમારતો (Buildings)ને નોટિસ ફટકારી છે. આ નોટિસ (Notice)માં 15 દિવસની અંદર બિલ્ડિંગ યુઝ (Building Use) પરવાનગી અને ફાયર NOC સબમિટ કરવાની માગ કરવામાં આવી છે. ઓથોરિટી (AUDA Authority) ચેતવણી આપે છે કે પાલન ન કરવા પર ગંભીર કાનૂની કાર્યવાહી (Legal Action) કરવામાં આવશે, જેમાં જગ્યા સીલ કરવાનો પણ સમાવેશ થાય છે.

AUDAમાં ઘણી ઈમારતો BU પરવાનગી (Permission) અને ફાયર (Fire) NOC વિનાની હોવાથી દુર્ઘટના સર્જાય તે પહેલા અંદાજે 25 દિવસ પહેલા નોટિસ જારી કરવામાં આવી હતી, પરંતુ જોઈએ એટલા પ્રતિભાવ મળ્યા નથી. જો તેઓ પાલન કરવામાં નિષ્ફળ ગયા તો ઓથોરિટીએ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.” આ નોટિસ રાજકોટ આગ દુર્ઘટના પછી અંતિમ સ્વરૂપ આપવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) નો ભાગ છે. કાયદેસર રીતે સંચાલન કરવા માટે બધી ઇમારતો પાસે BU પરવાનગી અને ફાયર NOC બંને હોવા જોઈએ. સરકારે ઇમ્પેક્ટ ફી (Impact fee)ની જોગવાઈ પણ લાવી છે, છતાં બહુ ઓછા લોકોએ અનધિકૃત ઇમારતોને નિયમિત કરવા માટે અરજી કરી છે, તેમ અધિકારીનું કહેવું છે.

Fire checks at all schools on Sunday

BU પરવાનગી અથવા ફાયર NOC વિનાની ઇમારતોને 15 દિવસની અંદર અરજી કરવી આવશ્યક છે. આ સમયગાળા દરમિયાન, AUDA ની નોટિસ અનુસાર રહીશો બિલ્ડિંગનો ઉપયોગ કરી શકતા નથી. રાજકોટ (Rajkot) દુર્ઘટના બાદ શહેરમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે અગમચેતીરૂપે નોટિસ જારી કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. ઓથોરિટીએ ભારપૂર્વક જણાવ્યું કે, જો કોઈ આવી દુર્ઘટના ઘટશે તો મકાનમાલિક જવાબદાર રહેશે અને તેની સામે કાર્યવાહી થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:AUDA એ 2231.21 કરોડનું બજેટ કર્યુ રજૂ, SP રિંગ રોડ સિક્સલેન થશે અને 5 અંડરપાસ પણ બનશે

આ પણ વાંચો:AUDAને ફી અને ચાર્જીસ પેટે છેલ્લા 2 વર્ષમાં રૂ. 6.38 કરોડની આવક થઈ

આ પણ વાંચો:AUDA ની વર્ષ 2041 ડેવલપમેન્ટ પ્લાન, SP રીંગ રોડની સમાંતર નવો રીંગ રોડ બનાવવામાં આવશે