National News/ શું તમારા રસોડામાં ગેસનો પુરવઠો ખોરવાશે? જાણો શા માટે સરકાર પાઈપ લાઈન ગેસ પર આપી રહી છે ભાર

મધ્ય પૂર્વના યુદ્ધને કારણે ભારતમાં LPG સિલિન્ડરની સપ્લાય પર દબાણ વધ્યું છે. જાણો શા માટે પાઈપ વાળી ગેસ (PNG) વધુ સુરક્ષિત છે અને ભારત કયા દેશોમાંથી ગેસની આયાત કરે છે.

NATIONAL Top Stories
PNG

Difference between LPG and PNG in India: મધ્ય પૂર્વમાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે છેડાયેલા જંગે વિશ્વભરમાં ઉર્જા પુરવઠા (Energy Supply) ની સાંકળને હચમચાવી દીધી છે. ભારત પણ દાયકાના સૌથી મોટા ઈંધણ સંકટનો સામનો કરી રહ્યું છે. આવા સમયે મોદી સરકાર દેશવાસીઓને LPG સિલિન્ડર છોડીને PNG (પાઈપ વાળી ગેસ) અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. ચાલો સમજીએ કે આ યુદ્ધમાં રાંધણ ગેસના બાટલા પર કેમ જોખમ છે અને પાઈપ લાઈન ગેસ કેમ ફાયદાકારક છે.

LPG અને PNG વચ્ચેનો તફાવત

LPG (Liquefied Petroleum Gas): આ પ્રોપેન અને બ્યુટેનનું મિશ્રણ છે, જે મુખ્યત્વે કાચા તેલના રિફાઈનિંગ દ્વારા તૈયાર થાય છે અને સિલિન્ડરમાં ભરીને પહોંચાડવામાં આવે છે.

PNG (Piped Natural Gas): આ મુખ્યત્વે મિથેન ગેસ છે, જે સીધો પાઈપલાઈન દ્વારા ઘરો સુધી પહોંચે છે. આમાં સિલિન્ડરની જેમ ડિલિવરીની રાહ જોવી પડતી નથી.

PNG

ઈરાન યુદ્ધમાં LPG કેમ મુશ્કેલીમાં મુકાઈ?

ભારત તેની જરૂરિયાતનો અંદાજે 60% LPG આયાત કરે છે, જેમાંથી 90% પુરવઠો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) દરિયાઈ માર્ગે આવે છે. મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે આ માર્ગ પર મિસાઇલ અને ડ્રોન હુમલાનું જોખમ વધી ગયું છે. ટેન્કરોની અવરજવર પ્રભાવિત થવાને કારણે LPG ના પુરવઠામાં વિલંબ અને અછત સર્જાઈ રહી છે.

PNG

PNG શા માટે વધુ ભરોસાપાત્ર છે?

પાઇપ્ડ નેચરલ ગેસની સપ્લાય સીધી પાઈપલાઈન દ્વારા થાય છે, તેથી તેમાં લોજિસ્ટિક્સનું જોખમ ઓછું છે. ભારત પાસે પાઇપ્ડ નેચરલ ગેસ ના બે મુખ્ય સ્ત્રોત છે:

ઘરેલું ઉત્પાદન: કૃષ્ણા-ગોદાવાડી (KG) બેસિન, આસામ અને ત્રિપુરા જેવા વિસ્તારોમાંથી કુદરતી ગેસનું મબલખ ઉત્પાદન થાય છે.

વૈવિધ્યસભર આયાત: ભારત માત્ર મધ્ય પૂર્વ જ નહીં, પરંતુ કતાર, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી પણ LNG (Liquefied Natural Gas) આયાત કરે છે. સપ્લાયના સ્ત્રોત અલગ-અલગ હોવાથી કોઈ એક વિસ્તારમાં યુદ્ધની અસર પાઇપ્ડ નેચરલ ગેસ પર ઓછી પડે છે.

સરકારનો PNG પર ભાર

સરકાર માને છે કે PNG એ LPG ની સરખામણીએ વધુ સુરક્ષિત અને સ્થિર છે. જે વિસ્તારોમાં પાઈપલાઈન નેટવર્ક ઉપલબ્ધ છે, ત્યાં લોકોને કનેક્શન લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ પગલું દેશની ઉર્જા સુરક્ષા મજબૂત કરવા માટે લેવામાં આવ્યું છે જેથી વૈશ્વિક કટોકટીની અસર સામાન્ય માણસના રસોડા સુધી ન પહોંચે.


આ પણ વાંચો:  સિંધુ જળ સંધિ બાદ એક્શન મોડમાં સરકાર, જમ્મુ-કાશ્મીરમાં હાઈડ્રો પ્રોજેક્ટ્સને મળી નવી ગતિ

આ પણ વાંચો:  કર્ણાટકમાં હેવાનીયતની પરાકાષ્ઠા: પતિએ જાહેરમાં પત્નીનું ગળું કાપ્યું, પછી કાર નીચે કચડીને પતાવી દીધી

આ પણ વાંચો: હવે ઘરે બેઠા મેળવો મફત PNG ગેસ કનેક્શન, ₹500 ની ગેસ ફ્રી અને સિક્યોરિટી ફી માફ