Gandhinagar News : Gandhinagarમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં તમામ વિભાગોના વડાઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓના જથ્થા અને સપ્લાયની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ અને ગેસ જેવી જરૂરી ઇંધણ (Fuel)સામગ્રીની ઉપલબ્ધતા અંગે ચર્ચા (discussion)કરવામાં આવી.
ઇંધણ (Fuel)સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સામાન્ય જનતાને કોઈપણ પ્રકારની અછતનો સામનો કરવો નહીં પડે. સાથે જ સંગ્રહખોરી અને કાળાબજાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
બેઠકમાં નાયબ મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓએ પણ મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ PNG કનેક્શનને પ્રાથમિકતા આપવા તેમજ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલ્સને જરૂરી સપ્લાયમાં પ્રથમ પ્રાધાન્ય આપવાનું નક્કી કરવામાં આવ્યું.
પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ સપ્લાય સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રીતે સતર્ક છે અને કોઈપણ પ્રકારની અછત ન સર્જાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહી છે.
