Gujarat News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Election 2026) જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો છે. આ ચૂંટણીને 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાંની “સેમિફાઈનલ” તરીકે જોવામાં આવી રહી છે. ગત ચૂંટણીમાં ભાજપે એકતરફી વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નબળી સાબિત થઈ હતી. પરંતુ આ વખતે રાજકીય સમીકરણોમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે.
Gujarat Local Body Election 2026માં 4.19 કરોડ મતદારો નક્કી કરશે રાજકીય દિશા
ગુજરાત માં 26 એપ્રિલે 4.19 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણી માત્ર સ્થાનિક સ્વરાજ્ય (Gujarat Local Body Election 2026) માટે જ નહીં, પરંતુ 2027ની સરકારના ભવિષ્ય માટે પણ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. આ વખતે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત નવી બનેલી 9 મહાનગરપાલિકાઓમાં પહેલીવાર ચૂંટણી યોજાશે. રાજ્યમાં કુલ 15 મહાનગરપાલિકાઓ હોવાથી શહેરી બેઠકોનું પ્રભાવ વધારે રહેશે.
7,253 વોર્ડ અને 10,005 બેઠકો માટે મતદાન
ઓબીસી અનામતના કારણે અનેક વિસ્તારોમાં સીમાંકન બદલાયું છે. જેના પરિણામે રાજ્યમાં 7,253 વોર્ડમાં ચૂંટણી યોજાશે. કુલ 9,993 બેઠકો અને 13 પેટા ચૂંટણી સહિત 10,005 બેઠકો માટે મતદાન થવાનું છે.
2021માં ભાજપનો એકતરફી વિજય
2021ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપે વિજય રૂપાણી (Vijay Rupani) અને સી.આર. પાટીલ (C.R. Patil)ની આગેવાનીમાં ઐતિહાસિક જીત મેળવી હતી. 6 માંથી 6 મહાનગરપાલિકા જીત,31 જિલ્લા પંચાયત, 231માંથી 196 તાલુકા પંચાયત, 81માંથી 74 નગરપાલિકા જયારે કોંગ્રેસને માત્ર 18 તાલુકા પંચાયત અને 1 નગરપાલિકામાં જીત મળી હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ સુરતમાં 27 બેઠકો જીતીને વિપક્ષનું સ્થાન મેળવ્યું હતું.
આ વખતે નવી ટીમ માટે અગ્નિ પરીક્ષા
હાલની પરિસ્થિતિમાં નેતૃત્વ બદલાયું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને સંગઠન તરફથી જગદીશ વિશ્વકર્મા (Jagadish Vishwakarma) તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) માટે આ ચૂંટણી અગ્નિ પરીક્ષા સમાન છે. બંને નેતાઓ માટે આ પહેલી મોટી ચૂંટણી છે, જ્યાં તેમના નેતૃત્વ અને સંચાલનની કસોટી થશે. પાર્ટી હાઈકમાન્ડનો વિશ્વાસ જીતવો એ મુખ્ય પડકાર રહેશે.
ચૂંટણીના પાંચ મહત્વના ચરણ
આ ચૂંટણી (Gujarat Local Body Election 2026)માં રાજકીય લડત પાંચ ચરણમાં જોવા મળશે:
ટિકિટ વિતરણ અને નારાજગી નિયંત્રણ
સ્થાનિક પ્રશ્નો અને પ્રચાર યુદ્ધ
પાર્ટી આંતરિક અસંતોષનું મેનેજમેન્ટ
વધુમાં વધુ મતદાન પોતાની તરફ ખેંચવું
જ્યાં જરૂર પડે ત્યાં તોડજોડની રાજનીતિ
આ ચૂંટણી (Gujarat Local Body Election 2026) ભાજપ (BJP) માટે પોતાની સત્તા જાળવવાની, કોંગ્રેસ માટે પુનરાગમનની અને આમ આદમી પાર્ટી માટે વિસ્તરણ કરવાની તક છે. પરિણામો ગુજરાતના આગામી રાજકીય દિશા નક્કી કરશે.
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ! 10 હજારથી વધુ બેઠકો માટે ફોર્મ ભરાવવાના શરૂ
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લીધે ગુજરાતમાં વસ્તી ગણતરી પાછી ઠેલાઈ
આ પણ વાંચો:વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયુ, સેન્સ મેળવવાની પ્રક્રિયા તીવ્ર બની
