આખરે કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પાંચ રૂપિયાનો અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં રૂા.૧૦નો ઘટાડો કર્યો છે તેના પગલે ભાજપ શાસિત રાજ્યોએ પણ વેટ ઘટાડી છે. ગુજરાત સરકારે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રૂા.૭નો ઘટાડો કર્યો છે. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી પેટ્રોલ ૧૨ રૂપિયા અને ડિઝલ ૧૭ રૂપિયા સસ્તુ થયું છે. આમ ગુજરાતમાં પેટ્રોલના ભાવ ઘટાડીને ૯૬ રૂપિયા અને ડિઝલના ભાવ ઘટીને ૯૦ રૂપિયા થશે. કેન્દ્ર અને ભાજપ શાસિત ચાર રાજ્યોએ આ ઘટાડો કર્યો છે. શાસક પક્ષના આગેવાનો તેને દિપાવલીની ભેટ તરીકે મુલવી રહ્યા છે. જાણકારોના મત પ્રમાણે છેલ્લા ૧૫ દિવસમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં જે વધારો થયેલો તે એક જ દિવસમાં ઘટી ગયો છે. ગુજરાતને તો બેવડો લાભ મળ્યો છે. આ સારી વાત ગણવામાં આવે છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાની લોકોના ખીસ્સા પર સીધી અસર થતી હતી. હવે આ અસર સાવ ઘટી ગઈ છે. બજારમાં પણ પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડાના કારણે અન્ય ચીજાેના ભાવ વધ્યા હતા તે ઘટે તેવી આશા રાખીએ.

પેટ્રોલ ડિઝલના ભાવ વધારાથી લગભગ તમામ જીવન જરૂરી ચીજાેના ભાવોની સપાટી પર અસર થતી હતી. લોકોને પેટે પાટા બાંધીને તહેવારોની ખરીદી કરવી પડે તેવી હાલત હતી. આ સંજાેગો વચ્ચે હવે આ ભાવ ઘટાડાએ લોકોને દિવાળીની ભેટ કહેવી હોય તો ભેટ અને રાહત કહેવી હોય તો રાહત કહી શકાય. તેવું છે. આ જેવી તેવી વાત તો હરગીઝ નથી. પરંતુ આનું કારણ શું ? કેન્દ્ર સરકારે તાત્કાલીક અસરથી બીજા કોઈ પણ પ્રકારની અટકળો કે અનુમાન થયા પહેલા ભાવો કેમ ઘટાડ્યા ? આ પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકોમાં પણ એવી ચર્ચા છે રાજકીય પક્ષો અને વિશ્લેષકો તેને પોતાની રીતે મૂલવે છે. હકીકતમાં તો એક વાત નક્કી છે કે અંતે સરકારને વાસ્તવિકતા સમજાઈ છે. આ અંગે ચર્ચા દરમિયાન જે વાતો થઈ તેના કારણે એવું અનુમાન સહેજેય થઈ શકે તેમ છે કે મોટા ભાગના વિશ્લેષકો કહે છે તે પ્રમાણે દિવાળીની ભેટ નવા વર્ષની ભેટ તહેવાર સમયે રાહત આ બધુ સાચું પરંતુ સાચી વાત તો એ છે કે પેટા ચૂંટણીના પરિણામોની અસર થઈ છે તેવું સહેલાઈથી કહી શકાય તેમ છે.

૧૩ રાજ્યોની ૩ લોકસભા બેઠકોમાંથી એક બેઠક પર શિવસેના એક પર ભાજપ અને એક પર કોંગ્રેસનો વિજય થયો. સરવાળે લોકસભાની બે બેઠકો ભાજપે ગુમાવી એક જાળવી. જ્યારે વિધાનસભાની ૨૯ બેઠકોમાંથી ભાજપને માત્ર ૭ બેઠકો મળી તેના સાથી પક્ષોને આઠ મળી જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસને આઠ બેઠક મળી. બંગાળમાં ટીએમસી તમામ ચાર બેઠકો તોતીંગ સરસાઈથી જીતી.ત્યાં બે બેઠકો પર ભાજપની ડિપોઝીટ ગઈ જ્યારે હિમાચલમાં લોકસભાની બેઠક અને વિધાનસભાની બે બેઠકો ભાજપ પાસેથી આંચકી અને ગત ચૂંટણીમાં જે બેઠક ભાજપની હતી ત્યાં કોંગ્રેસનો દબદબો રહ્યો તે તો ઠીક પરંતુ ડીપોઝીટ પણ ગુમાવી. જ્યારે આંધ્રપ્રદેશમાં ભાજપ – કોંગ્રેસ બન્નેની ડિપોઝીટ ગઈ આસામ અને તેલંગણા તેમજ મધ્ય પ્રદેશમાં ભાજપને વિજય મળ્યો તે વાત સ્વીકારવી પડે. અધુરામાં પુરૂ હોય તેમ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરી મોંઘવારીના કારણે ભાજપની હાર થઈ હોવાની વાત નો સ્વીકાર કર્યો આ બધા સંજાેગો વચ્ચે હિમાચલ બંગાળ સહિત સાત રાજ્યોમાં ભાજપને મળેલા મતોની સવારી પણ ઘટી ગઈ પેટા ચૂંટણી તે સત્તાધારી પક્ષે ગંભીરતાથી લીધી હતી. કેન્દ૩ના જે તે રાજ્યોના પ૩ધાનોને મેદાનમાં ઉતાર્યા હતા તેમાંય જે રાજ્યમાં ૨૦૨૨ના નવેમ્બર માસમાં ચૂંટણી યોજાઈ રહી છે. તે હિમાચલ પ્રદેશ જાે આજ સ્થિતિ રહે તો હાથમાંથી સરકી જાય તેવો ભય ઉભો થયો હતો. કોંગ્રેસના પ્રવક્તાઓએ તો અબકી બાર હિમાચલ હમારા હૈ તેવો દાવો પણ કરી દીધો. અન્ય રાજ્યોમાં પણ આજ હાલત હતી જે રાજ્યોમાં સત્તાધારી પક્ષને વિજય મળ્યો હતો ત્યાં તેની તેના મતોની ટકાવારી અને સરસાઈ તો ઘટી જ હતી. આ બધુ વિચારીને કેન્દ્ર સરકારે મોંઘવારીના એપી સેન્ટર ગણાતા પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં ભૂતકાળમાં ક્યારેય નહોતો થયો તેવો નોંધપાત્ર ઘટાડો થાય તેવું પગલું ભર્યું ૨૦૧૪ બાદ પેટ્રોલ અને એક્સાઈઝ પરની એક્સાઈઝ ડ્યુટી ૧૪ વાર વધી અને એકવાર ઘટી હતી. જ્યારે આ જ્યારે આ વખતે જંગી ઘટાડો કર્યો. ટુંકમાં ૨૦૨૧ની બીજી મે બાદ પેટ્રોલ ડિઝલના ભાવ વધારાનો જે દોટ શરૂ થયો હતો તેને બ્રેક લાગી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ફુડના ભાવો જે રીતે વધી રહ્યા છે તે જાેતા બજાર ભાવ તો વધવાના જ છે તેથી સરકાર ડ્યુટી ઘટાડે તો જ લોકોને ફાયદો છે. ૨૦૨૨ના એપ્રિલ મે માં યુપી સહિત પાંચ રાજ્યોની અને નવેમ્બરમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે. આ સંજાેગોમાં પેટા ચૂંટણીના જે પરિમઆમો આવ્યા તેના પરથી એવું લાગતું હતું કે મોંઘવારી પર ડેમેજ કન્ટ્રોલ કવાયત કર્યા વગર છુટકો નથી તેથી આ પગલું પડ્યું છે.

ટુંકમાં ગુજરાતીમાં કહેવત છે કે વાર્યા ન માન્યા તે હાર્યા માન્યા ચમત્કાર વગર નમસ્કાર નહિ લોકોએ પોતાના મતની તાકાતનો પરચો પેટા ચૂંટણીમાં બતાવ્યો પછી સરકારને શાન આવી. પરંતુ કોરોના કાળ શરૂ થયા બાદ પેટ્રોલના ભાવમાં રૂા.૨૦નો તો ડિઝલના ભાવમાં ૨૨નો વધારો છેલ્લા દોઢ પોણા બે વર્ષમાં નોંધાયો હતો. જાણકારો કહે છે અને ખુદ પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ સ્વીકાર્યું છે તે પ્રમઆણે પેટ્રોલ ડિઝલના ભાવ વધારાથી એક્સાઈઝ ડ્યુટી રૂપે આવેલી આવકમાંથી મફત વેક્સીન આપવાનો ખર્ચ કાઢી લીધો છે. જાણકારો કહે તે પ્રમાણે ૨૦૨૦ એપ્રિલથી ૨૦૨૧ના ઓક્ટોબર સુધીના સમયગાળામાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાંથી આવકવેરા અને કોર્પોરેટ ટેક્ષ કરતા પણ વધુ આવક કરી છે. હવે ઘટાડો થયો તેને તો પેટા ચૂંટણીના પરિણામોની ઈફેક્ટ પણ ગણી શકાય અથવા તો સરકારની મોંઘવારી પર ડેમેજ કન્ટ્રોલ કવાયત કે ભાવ વધારા પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે તેવું કહી શકાય.
Business / ભારતે તરત જ શ્રીલંકાને 100 ટન નેનો લિક્વિડ યુરિયા પહોંચાડ્યો
આગોચર / બાળકને યાદ આવ્યો પોતાનો પાછલો જન્મ, અને ત્રણ પરિવાર હચમચી ગયા
Best from the West / આ રાજ્યમાં કચરામાંથી બનતું પેટ્રોલ અને ડીઝલનું વેચાણ શરૂ, કિંમત છે માત્ર 70 રૂપિયા લિટર
