જો તમે મોબાઇલ પેમેન્ટ એપ્લિકેશન પેટીએમનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ખાસ છે. પેટીએમનાં કેવાયસીનાં નામે છેતરપિંડીનો નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ઠગ લોકોએ પેટીએમનો કર્મચારી હોવાનો દાવો કર્યા બાદ 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. દિલ્હીનાં શાહદરા જિલ્લાનાં રહેવાસી વિજય સૈનીને પેટીએમ કેવાયસીનાં નામે છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યો હતો.
પેટીએમને કેવાયસીમાં કરી અપાવવાની છેતરપિંડીનો શિકાર લોકો બનાવવામાં આવી રહ્યા છે. દિલ્હીનાં શાહદરામાં પેટીએમ યુઝર્સ પાસેથી કેવાયસીનાં નામે 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. શાહદરાનાં આનંદ વિહારમાં રહેતા વિજય સૈનીને મંગળવારે ફોન આવ્યો હતો. કોલરે પોતાને પેટીએમનો કર્મચારી ગણાવ્યો હતો. વિજયે તેના પર વિશ્વાસ મૂક્યો અને તેના દ્વારા પૂછવામાં આવેલી માહિતી શેર કરી. છેતરપિંડી કરનાર શખ્સે વિજયને કહ્યું કે તે પેટીએમ થી કેવાયસી માટે માહિતી માંગી રહ્યો હતો.
કોલર ફ્રોડે વિજયને તેનું નામ, સરનામું, ફોન નંબર અને અન્ય તમામ મહત્વપૂર્ણ વિગતો માંગી. વિજયે તેની વાત માનીને બધી માહિતી શેર કરી. વિજય તેની સાથે વાત કરી જેવો ફોન મુક્યો, કે તેને ફોન પર એક મેસેજ આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે તેના બેંક ખાતામાંથી 10 લાખ રૂપિયા સફળતાપૂર્વક કાઢી લેવામાં આવ્યા છે. બેંક ખાતામાંથી 10 લાખ રૂપિયાનો મેસેજ જોતાની સાથે જ વિજયનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે તુરંત પોલીસને જાણ કરી કેસ નોંધ્યો હતો. આ કેસ નોંધાયાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી હતી.
પેટીએમમાં કેવાયસીની અપડેટ બાદ લૂટારુંઓએ બાર કોડ અપડેટનાં નામે દુકાનદારોને છેતરપિંડીનો શિકાર બનાવ્યા હતા. આવો જ એક કિસ્સો ગાઝિયાબાદનાં મસૂરીમાં સામે આવ્યો છે. જ્યાં બાર કોડ બદલવાના નામે દુકાનદારને 80 હજાર રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી. મામલો સોમવારનો છે. જ્યારે પીડિતાને તેની જાણ થઈ ત્યારે તેણે શુક્રવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
