National News/ સિંધુ જળ સંધિ બાદ એક્શન મોડમાં સરકાર, જમ્મુ-કાશ્મીરમાં હાઈડ્રો પ્રોજેક્ટ્સને મળી નવી ગતિ

Jammu Kashmir માં હાઈડ્રો-ઈલેક્ટ્રિક પાવર ક્ષમતામાં 46% નો વધારો થવાની ધારણા છે. પાકલદુલ અને કિરુ પ્રોજેક્ટ્સના કામમાં આવેલી તેજીથી રાજ્ય 2035 સુધીમાં તેની ક્ષમતા ત્રણ ગણી કરવા તરફ આગળ વધી રહ્યું છે.

Top Stories India
Jammu Kashmir

Jammu Kashmir Hydro Power Projects: જમ્મુ-કાશ્મીરમાં કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને વીજળીના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા તરફ કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. સિંધુ જળ સંધિના બદલાતા સમીકરણો વચ્ચે કેન્દ્રશાસિત પ્રદેશમાં હાઈડ્રો-ઈલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ્સનું નિર્માણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. સરકારી આંકડા મુજબ, આ વર્ષના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીરની (Jammu Kashmir ) કુલ વીજ ઉત્પાદન ક્ષમતામાં 46% નો મોટો ઉછાળો જોવા મળી શકે છે.

Jammu Kashmir

ડિસેમ્બર 2026 સુધીનો ટાર્ગેટ

જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir ) વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, હાલમાં રાજ્યની કુલ હાઈડ્રો-ઈલેક્ટ્રિક પાવર ક્ષમતા 3540.15 મેગાવોટ છે. જે ડિસેમ્બર 2026 સુધીમાં વધીને 5164.15 મેગાવોટ થવાની અપેક્ષા છે. આ તેજી પાછળ બે મોટા પ્રોજેક્ટ્સ મુખ્ય ભૂમિકા ભજવશે:

પાકલદુલ પ્રોજેક્ટ: 1000 મેગાવોટ ક્ષમતા.

કિરુ પ્રોજેક્ટ: 624 મેગાવોટ ક્ષમતા.

આ બંને પ્રોજેક્ટ્સનું અંદાજે 78% કામ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં તે કાર્યરત થશે. આ ઉપરાંત, 12 મેગાવોટનો કરનાહ પ્રોજેક્ટ પણ જૂન મહિના સુધીમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે.

Jammu Kashmir

2035 સુધીમાં ક્ષમતા ત્રણ ગણી કરવાનો લક્ષ્યાંક

સરકારના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં કુલ 18,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે, જેમાંથી 15,000 મેગાવોટના સ્ત્રોતો ઓળખી લેવામાં આવ્યા છે. આગામી 10 વર્ષ માટે એક ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 2035 સુધીમાં રાજ્યની કુલ સ્થાપિત ક્ષમતા 11,000 મેગાવોટ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. એટલે કે, આગામી એક દાયકામાં જમ્મુ-કાશ્મીર તેની હાલની ક્ષમતા કરતા ત્રણ ગણી વીજળી પેદા કરશે.

Jammu Kashmir

Jammu Kashmir માં  નવી હાઇડલ પોલિસી 2025

સરકારે ‘જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) હાઇડલ પોલિસી 2025′ નો ડ્રાફ્ટ પણ તૈયાર કરી લીધો છે. આ નીતિમાં પાડોશી રાજ્યોના શ્રેષ્ઠ અનુભવો અને જૂની નીતિઓની મર્યાદાઓને ધ્યાનમાં લેવામાં આવી છે. હાલમાં આ ડ્રાફ્ટ સૂચનો માટે જાહેર કરવામાં આવ્યો છે. ખાનગી ક્ષેત્ર (IPP) માં પણ વધારાના 100 થી 150 મેગાવોટના રોકાણની અપેક્ષા રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો: પરિણીત પુરુષનું લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું ગુનો નથી, અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

આ પણ વાંચો:  કર્ણાટકમાં હેવાનીયતની પરાકાષ્ઠા: પતિએ જાહેરમાં પત્નીનું ગળું કાપ્યું, પછી કાર નીચે કચડીને પતાવી દીધી

આ પણ વાંચો: હવે ઘરે બેઠા મેળવો મફત PNG ગેસ કનેક્શન, ₹500 ની ગેસ ફ્રી અને સિક્યોરિટી ફી માફ