National News/ પરિણીત પુરુષનું લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું ગુનો નથી, અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

અલ્હાબાદ High Court લિવ-ઈન રિલેશનશિપ પર મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે પરિણીત પુરુષનું અન્ય વ્યક્તિ સાથે રહેવું ગુનો નથી. કોર્ટે પોલીસને કપલની સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.

Top Stories India
High Court

Allahabad HC Verdict: અલ્હાબાદ હાઈકોર્ટે (High Court) લિવ-ઈન રિલેશનશિપને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો કોઈ પરિણીત પુરુષ અન્ય પુખ્ત વયની વ્યક્તિ સાથે તેની સંમતિથી લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે, તો તે કોઈ પણ પ્રકારનો ગુનો નથી. જસ્ટિસ જે.જે. મુનીર અને જસ્ટિસ તરુણ સક્સેનાની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે, નાગરિકોના અધિકારોની રક્ષા કરતી વખતે સામાજિક નૈતિકતા કોર્ટના માર્ગમાં ન આવી શકે.

High Court

શું હતો સમગ્ર મામલો?

આ કેસ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરનો છે, જ્યાં એક લિવ-ઈન કપલે કોર્ટ (High Court) પાસે સુરક્ષાની માંગ કરી હતી. મહિલાનો આરોપ હતો કે તેના પરિવારના સભ્યો આ સંબંધની વિરુદ્ધ છે અને તેમને જીવથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. મહિલાએ જણાવ્યું કે તે પુખ્ત વયની છે અને પોતાની મરજીથી પેલા પુરુષ સાથે રહી રહી છે. ઓનર કિલિંગના ડરથી આ કપલે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

કોર્ટની મહત્વની ટિપ્પણી: ‘નૈતિકતા અને કાયદાને અલગ રાખો’

હાઈકોર્ટે (High Court) આદેશમાં નોંધ્યું કે, “જ્યારે બે પુખ્ત વ્યક્તિઓ પરસ્પર સંમતિથી સાથે રહેતા હોય, ત્યારે તેમને સુરક્ષા આપવી એ પોલીસની ફરજ છે. સમાજમાં તે બાબત નૈતિક ગણાય છે કે અનૈતિક, તેનાથી કોર્ટના નિર્ણય પર અસર પડવી જોઈએ નહીં. જો કાયદા મુજબ કોઈ ગુનો બનતો નથી, તો સામાજિક અભિપ્રાયો નાગરિકોના બંધારણીય અધિકારોનું હનન કરી શકે નહીં.”

 High Court

પોલીસની જવાબદારી પર ભાર

કોર્ટે શાહજહાંપુરના પોલીસ અધિક્ષક (SP) ને નિર્દેશ આપ્યો છે કે આ કપલને પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે. સુપ્રીમ કોર્ટના ‘શક્તિ વાહિની વિરુદ્ધ ભારત સરકાર’ (2018) ના ઐતિહાસિક ચુકાદાનો ઉલ્લેખ કરતા હાઈકોર્ટે કહ્યું કે, પુખ્ત વયના લોકોની અંગત સ્વતંત્રતાની રક્ષા કરવી એ રાજ્ય અને પોલીસની બંધનકર્તા જવાબદારી છે.

High Courtના અગાઉના ચુકાદાઓનો સંદર્ભ

આ પહેલા પણ ડિસેમ્બર મહિનામાં અલ્હાબાદ હાઈકોર્ટે (High Court) 12 લિવ-ઈન કપલ્સને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો હતો. ત્યારે કોર્ટે કહ્યું હતું કે વ્યક્તિ પરિણીત હોય કે અપરિણીત, પુખ્ત હોય કે સગીર, માનવ જીવનના અધિકારને ભારતીય બંધારણમાં સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. માત્ર લગ્ન નથી કર્યા તે આધારે કોઈને તેના મૂળભૂત અધિકારોથી વંચિત રાખી શકાય નહીં.


આ પણ વાંચો:કોર્ટનો આ નિર્ણય યુસીસીને ખોટો કહેનારાઓ માટે બોધપાઠ છે, લિવ-ઈન રિલેશનશિપમાં રહેલા લોકો માટે ખુશખબરી

આ પણ વાંચો: દિલ્હી હાઇકોર્ટે લિવ-ઇન-રિલેશનશિપ મામલે કરી ટીપ્પણી, મહિલા તેના લિવ-ઈન પાર્ટનર પર બળાત્કારનો આરોપ લગાવી શકે નહીં

આ પણ વાંચો:લગ્ન પહેલા લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું કેટલું યોગ્ય? યુવાઓમાં વધી રહ્યું છે આકર્ષણ