Gandhinagar News/ GIFT સિટી: ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય અને IT હબ…1,150થી વધુ IFSCA-રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત…

ગિફ્ટ સિટી (GIFT City) ખાતે વર્ષ 2030 સુધીમાં 1,00,000 થી વધુ રોજગારીઓ (Employment)નું સર્જન થવાની સંભાવના છે, જેમાં કમર્શિયલ…

Gujarat Gandhinagar
GIFT City, ભારત, રોજગારી, નરેન્દ્ર મોદી, ગાંધીનગર

Gandhinagar News: ગાંધીનગરમાં સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT સિટી, GIFT City) ભારતના પ્રથમ સંપૂર્ણ કાર્યરત વૈશ્વિક નાણાકીય અને આઇટી હબ (Financial & IT Hub) તરીકે ઉભરી આવ્યું છે.

GIFT City, ભારત, રોજગારી, નરેન્દ્ર મોદી, ગાંધીનગર

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સ્થાપિત કરવામાં આવેલ GIFT સિટી આજે એક સમૃદ્ધ, નીતિ-સંચાલિત અને વૈશ્વિક સ્તરે સીમાચિહ્નરૂપ નાણાકીય કેન્દ્રમાં પરિવર્તિત થયેલ છે.

GIFT City, ભારત, રોજગારી, નરેન્દ્ર મોદી, ગાંધીનગર

ગિફ્ટ સિટી (GIFT City)માં 1,150થી વધુ IFSCA-રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત

ગિફ્ટ સિટીમાં આજે 1,150 થી વધુ IFSCA-રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત છે. ગિફ્ટ સિટી ખાતે બેંકિંગ ક્ષેત્રનો પણ નોંધપાત્ર વિકાસ થયો છે, જે $106 બિલિયન સુધી પહોંચ્યો છે.

GIFT City, ભારત, રોજગારી, નરેન્દ્ર મોદી, ગાંધીનગર

2030 સુધીમાં 1,00,000 થી વધુ રોજગારીઓનું સર્જન થવાની સંભાવના

ગિફ્ટ સિટી ખાતે વર્ષ 2030 સુધીમાં 1,00,000 થી વધુ રોજગારીઓ (Employment)નું સર્જન થવાની સંભાવના છે, જેમાં કમર્શિયલ (વ્યાપારી), રેસિડેન્શિયલ (રહેણાંક) અને ઇન્સ્ટિટ્યૂશનલ (સંસ્થાકીય) બાંધકામો માટે મોટા પાયા પર થનારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure)ના વિસ્તરણનું મોટું યોગદાન રહેશે.

વૈશ્વિક સ્તરે, ગિફ્ટ સિટી ભારતના આંતરરાષ્ટ્રીય ફાયનાન્શિયલ ગેટવે તરીકે કાર્ય કરે છે, જેની પહોંચ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જેવા કાર્યક્રમો અને મિલાન, ઝ્યુરિક, હોંગકોંગ, જર્મની અને ઑસ્ટ્રિયા જેવા મુખ્ય નાણાકીય કેન્દ્રો સુધી છે.


આ પણ વાંચો : કેબિનેટનો મોટો નિર્ણય: ગિફ્ટ સિટીમાં મેટ્રો વિસ્તરણને મંજૂરી, શાહપુર સુધી કનેક્ટિવિટી વધશે

આ પણ વાંચો : બચ્ચન પરિવારનું ગિફ્ટ સિટીમાં મોટું રોકાણ, 7 કરોડની જમીન હવે અલ્ટ્રા-લક્ઝરી પ્રોજેક્ટ બનશે, શાહપુરમાં શરૂ થશે વિકાસ

આ પણ વાંચો : ગિફ્ટ સિટીમાં સ્થાપિત થશે ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, 2026ની શરૂઆતમાં ગુજરાતને AIની ભેટ