Gandhinagar News/ દરિયાકિનારે વાવાઝોડાથી વીજ વાયરોને થતું નુકસાન અટકાવવા, 1.74 લાખથી વધુ થાંભલા બદલવામાં આવ્યા

ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, તબક્કાવાર ઓવરહેડ લાઈનને અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી પ્રગતિમાં છે, આ યોજના અંતર્ગત કુલ રૂ.1009 કરોડના ખર્ચે 73,762 કિ.મી. જર્જરિત વીજ લાઈનો અને 1.74 લાખથી વધુ થાંભલા બદલવામાં આવ્યા.

Gujarat Gandhinagar
Yogesh Work 2025 03 25T165726.419 દરિયાકિનારે વાવાઝોડાથી વીજ વાયરોને થતું નુકસાન અટકાવવા, 1.74 લાખથી વધુ થાંભલા બદલવામાં આવ્યા

Gandhinagar News : વાવાઝોડા કે સાયકલોન જેવી કુદરતી આપત્તિ સમય દરિયાકિનારાના જિલ્લાઓમાં વીજ વાયરોને થતું નુકસાન અટકાવવા અને ખેડૂતોને સતત વીજળી મળી રહે તે માટે તબક્કાવાર ઓવર હેડ લાઈનને અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. તા. 01 ડિસેમ્બર 2024ની સ્થિતિએ જુનાગઢ જિલ્લામાં ‘સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના’ હેઠળ વીજ માળખું સુરક્ષિત અને વીજ પુરવઠો ચાલુ રહે તે માટે 16.97 વીજ લાઈનના 02 વીજ ફીડરને રૂ.2.74 કરોડથી વધુના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

ઊર્જા મંત્રી દેસાઈ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના અંતર્ગત તા. 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા 02 વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં રૂ. 4,964.29 લાખ તેમજ જામનગર જિલ્લામાં રૂ. 9,256.04 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો અને નાગરિકોના હિતમાં બિપરજોય વાવાઝોડા બાદ સાગરખેડૂ વિકાસ યોજના હેઠળ દરિયા કિનારાના જિલ્લાઓમાં અંડર ગ્રાઉન્ડ વીજળી લાઈન, નવા સબ સ્ટેશન, જર્જરિત વાયર બદલવા તેમજ નવા વીજ જોડાણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તેને કહ્યું હતું કે, આ વિસ્તારમાં રૂ. 2,534 કરોડના ખર્ચે 236 નવા સબ સ્ટેશન તેમજ રૂ. 198 કરોડના ખર્ચે અંદાજે 1.30 લાખ નવા ખેત જોડાણ આપવામાં આવ્યા છે. આ ‘સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના’  વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ 2007-08માં અમલમાં મૂકવામાં આવી હતી. ડિસેમ્બર 24 સુધી આ યોજના અંતર્ગત કુલ રૂ.1009 કરોડના ખર્ચે 73,762 કિ.મી. જર્જરિત વીજ લાઈનો અને 1.74 લાખથી વધુ થાંભલા બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ.2,534.69 કરોડના ખર્ચે 236 નવા સબસ્ટેશનો બનાવવામાં આવ્યા છે. જ્યારે રૂ.1,998 કરોડના ખર્ચે 1.32 લાખથી વધુ નવીન ખેતીવાડી વીજ જોડાણ આપ્યા છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્ય સરકાર 80 નગરપાલિકાઓને આત્મનિર્ભર બનાવશે, સૌર ઉર્જા પ્રોજેકેટ કરશે લોન્ચ

આ પણ વાંચો: ગુજરાત બોર્ડની ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત, પ્રખરતા શોધ કસોટી-2025 નું પરિણામ જાહેર

આ પણ વાંચો: સાબરકાંઠામાં આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતરતાં સરકારે લીધાં કડક પગલાં