Sabarkantha News: સાબરકાંઠા (Sabarkantha)માં 700 આરોગ્ય કર્મચારી (Health workers)ઓ હડતાળ પર ઉતર્યા છે. પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાળ (Strike)માં જોડાયેલા 406 આરોગ્ય કર્મીઓને ટર્મિનેટ (Terminate) કરાયા છે. ગુજરાત સરકારે ESMA હેઠળ પગલાં લીધાં છે.
આરોગ્યકર્મીઓ (Heath Workers)ના આંદોલન (Protest) વચ્ચે સરકાર એક્શનમાં જોવા મળી છે. ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા આંદોલનકારીઓને જરૂર પડ્યે અટકાયત કરવા આદેશ આપ્યા છે. ESMAને લઈ આરોગ્ય વિભાગે નોટિફિકેશન જારી કર્યુ હતું. હવે હડતાળ (Strike) કરતા આરોગ્યકર્મીઓ સામે સરકાર દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
સાબરકાંઠા જીલ્લામાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ મામલે જિલ્લાના 700 જેટલા આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. પડતર માંગણીઓને લઈ અચોક્ક્સ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. હડતાળમાં જોડાયેલા 406 આરોગ્ય કર્મીઓને ટર્મિનેટ કરાયા છે. 55 કર્મચારીઓને આરોપનામું પણ આપવામાં આવ્યું છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં સરકારે પગલાં લીધા હોવાનું સામે આવ્યું છે.

અરવલ્લી (Aravalli) જીલ્લામાં 307 કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા છે. 23 કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા હવે ESMA(Essential Service Medical Act) હેઠળ કાર્યવાહી કરશે.
આરોગ્ય કર્મચારીઓ લાંબા સમયથી તેમની વિવિધ માંગણીઓ માટે સરકારને વારંવાર રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ તેઓએ સરકારને અનેક પત્રો લખ્યા હતા. પરંતુ કોઈ માંગણી ન સ્વીકારાતા ભારે નારાજગી બાદ હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો હતો. તેના જવાબમાં, રાજ્ય સરકારે હવે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આરોગ્યકર્મીઓની હડતાળને કારણે દર્દીઓ જરૂરી સુવિધાથી વંચિત રહ્યાં છે. તબીબો પોતાની ફરજ ન નિભાવવાને કારણે સરકારે નોટિફિકેશન જારી કર્યુ હતું.

આ નોટિફિકેશન આવશ્યક સેવાઓ (Essential Service) પર લાગુ કરવામાં આવે છે. આરોગ્ય સેવાઓ (Health Services)ને પણ આવશ્યક સેવાઓમાં આવરી લેવાઈ છે. હવે વારંવાર હડતાળ કરતાં આરોગ્યકર્મીઓ સામે સરકાર કાર્યવાહી કરશે. ગુજરાત સરકારે હડતાળ પર રહેલા આરોગ્ય કર્મચારીઓ સામે આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ (ESMA) લાગુ કર્યો છે. આ કાયદા હેઠળ, આરોગ્ય સેવાઓને આવશ્યક તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, જેનો અર્થ એ થાય કે કામ પર પાછા ફરવાનો ઇનકાર કરનારા કર્મચારીઓને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
રાજ્ય સરકારે સંકેત આપ્યો છે કે હડતાળમાં ભાગ લેનારા ફિક્સ પગાર (Fix Pay) કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે. નોંધનીય છે કે, પોલીસ અને ઉર્જા વિભાગ જેવી આવશ્યક સેવાઓ પહેલાથી જ ESMA હેઠળ આવરી લેવામાં આવી છે.
આ પણ વાંચો:આરોગ્યકર્મીઓના આંદોલન વચ્ચે સરકાર એક્શનમાં, ESMA લાગૂ કર્યો
