Cricket/ વર્ષ 2021 રહ્યુ આ ક્રિકેટરનાં નામે, જુઓ ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર 10 બેટ્સમેન, યાદીમાં એક પણ ભારતીય નથી

વર્ષ 2021 પૂર્ણ થવાનાં આરે છે અને નવું વર્ષ આવવાનું છે. આ વર્ષે લોકોનાં જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. આ સાથે ક્રિકેટ જગતમાં એક પછી એક ટૂર્નામેન્ટ અને સીરીઝ રમાતી રહી.

Sports
Top Ten ODI Batsman

વર્ષ 2021 પૂર્ણ થવાનાં આરે છે અને નવું વર્ષ આવવાનું છે. આ વર્ષે લોકોનાં જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. આ સાથે ક્રિકેટ જગતમાં એક પછી એક ટૂર્નામેન્ટ અને સીરીઝ રમાતી રહી. વર્ષ 2020માં ક્યાંક કોરોના મહામારીનાં કારણે ક્રિકેટ પર કેટલાક મહિનાઓ માટે બ્રેક લાગી હતી, જેના કારણે ક્રિકેટ પર પણ ઘણી અસર થઈ હતી. પરંતુ, 2021 ની શરૂઆત સાથે, ચાહકો અને ક્રિકેટ પ્રેમીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે, 2021 T20 વર્લ્ડકપ અને ઈન્ડિયન પ્રીમિયર લીગને બે તબક્કામાં વિભાજિત કર્યા પછી આ વર્ષે વધુ ODI ક્રિકેટ રમાઈ ન હોતી. પરંતુ, ટેસ્ટ સીરીઝ અને T20 ક્રિકેટ ચોક્કસપણે રમાઈ હતી. વધુ વનડે ન રમવાના કારણે મોટા ખેલાડીઓએ આ સાથે થોડી ઓછી તાકાત બતાવી. આજે, આ ખાસ લેખમાં, અમે એવા ટોપ-10 બેટ્સમેન વિશે વાત કરવાના છીએ જેમણે આ વર્ષે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે.

આ પણ વાંચો – IND vs SA / પુજારા શું મેદાનમાં પિચ જોવા જ આવ્યા હતા? ફ્લોપ શો યથાવત, શૂન્ય પર આઉટ થઇ પેવેલિયન પરત

1. પોલ સ્ટર્લિંગ

પોલ સ્ટર્લિંગ

આ યાદીમાં પહેલું નામ આયર્લેન્ડનાં બેટ્સમેન પોલ સ્ટર્લિંગનું આવે છે, જેણે આ વર્ષે મર્યાદિત ફોર્મેટની 50 ઓવરની મેચમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. આ વર્ષે (2021) તેણે કુલ 14 મેચ રમી. જેમાં તેણે 54.23ની શાનદાર એવરેજથી બેટિંગ કરતા કુલ 705 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેના બેટમાંથી 3 સદી અને 2 અડધી સદી નીકળી હતી. આ ફોર્મેટમાં તેના બેટમાંથી સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 131 રન હતો. વળી, તેની બેટિંગ સ્ટ્રાઇક રેટ 79.66 હતી.

2. જાનેમન મલાન

જાનેમન મલાન

આ યાદીમાં બીજું નામ દક્ષિણ આફ્રિકાનાં યુવા બેટ્સમેન જાનેમન મલાનનું આવે છે. જેણે ODI માં બીજા નંબરે સૌથી વધુ રન બનાવ્યા. વર્ષ 2021 માં, જાનેમન મલાનને કુલ 8 મેચોમાં તેની ટીમ દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. તેણે આ 8 મેચમાં 84.83ની એવરેજથી બેટિંગ કરીને 509 રન બનાવ્યા. આ ઇનિંગમાં મલાનનાં બેટમાં કુલ 2 સદી અને 2 અડધી સદી હતી. બેટ સાથે તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 177 રન હતો. વળી, બેટિંગનો સ્ટ્રાઈક રેટ 92.04 હતો.

3. તમીમ ઈકબાલ

તમીમ ઈકબાલ

આ યાદીમાં ત્રીજું નામ બાંગ્લાદેશનાં બેટ્સમેન તમીમ ઈકબાલનું આવે છે, જેણે વર્ષ 2021માં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 38.66ની એવરેજથી બેટિંગ કરતા 464 રન બનાવ્યા છે. આ ઇનિંગમાં તેના બેટમાંથી 1 સદી અને 4 અડધી સદી નિકળી છે. તેની બેટિંગ સ્ટ્રાઈક રેટ 77.33 છે. વળી, તેના બેટમાંથી શ્રેષ્ઠ સ્કોર 112 રન રહ્યો છે.

4. હેરી ટેક્ટર

હેરી ટેક્ટર

આ યાદીમાં ચોથું નામ આયર્લેન્ડનાં બેટ્સમેન હેરી ટેક્ટરનું આવે છે. જેણે વર્ષ 2021માં ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેને આયર્લેન્ડ માટે કુલ 12 મેચમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. જેનો ફાયદો ઉઠાવીને તેણે 37.83ની એવરેજથી બેટિંગ કરતા 454 રન બનાવ્યા. આ ઇનિંગમાં તેના બેટથી 4 સદી નિકળી હતી. તેની બેટિંગ સ્ટ્રાઈક રેટ 75.66 રહી હતી.

5. એન્ડ્રુ બલબિર્ની

એન્ડ્રુ બલબિર્ની

આ યાદીમાં 5મું નામ આયર્લેન્ડનાં બેટ્સમેન એન્ડ્ર્યુ બલબિર્નીનું પણ છે, જેણે વર્ષ 2021માં આ ફોર્મેટમાં પોતાના પ્રદર્શનથી નવો રેકોર્ડ બનાવ્યો હતો. બલબિર્ની ટોપ-5માં 5મો બેટ્સમેન છે, જેણે 14 મેચમાં 32.38ની એવરેજથી 421 રન બનાવ્યા છે. આ ઇનિંગમાં તેના બેટથી 1 સદી અને 3 અડધી સદી નિકળી હતી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 102 રન હતો. અને એન્ડ્ર્યુનો બેટિંગ સ્ટ્રાઈક રેટ 71.96 હતો.

6. મુશફિકુર રહીમ

મુશફિકુર રહીમ

આ યાદીમાં છઠ્ઠું નામ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનાં પ્રતિભાશાળી વિકેટ કીપર બેટ્સમેન મુશફિકુર રહીમનું આવે છે. જે પોતાના શાનદાર પ્રદર્શન માટે જાણીતો છે. તેને આ વર્ષે ODI ફોર્મેટમાં કુલ 9 મેચમાં ટીમ માટે બેટિંગ કરવાની તક મળી. 9 મેચોમાં 58.14ની પ્રભાવશાળી એવરેજથી બેટિંગ કરીને તેણે વર્ષ 2021માં કુલ 407 રન બનાવ્યા છે. આ ઇનિંગમાં તેના બેટમાં 1 સદી અને 2 અડધી સદી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 125 રન છે.

7. બાબર આઝમ

બાબર આઝમ

આ યાદીમાં 7મું મોટું નામ પાકિસ્તાની ટીમનાં કેપ્ટન બાબર આઝમનું છે, જે પોતાની જબરદસ્ત બેટિંગ માટે ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી તેની સરખામણી વિરાટ કોહલી સાથે કરવામાં આવી રહી છે. બીજી તરફ, વર્ષ 2021માં તેણે 50 ઓવરનાં ફોર્મેટમાં માત્ર 6 મેચ રમી હતી. 6 મેચમાં 67.50ની જબરદસ્ત એવરેજથી બેટિંગ કરીને તેણે કુલ 405 રન બનાવ્યા. તેની ઇનિંગ્સમાં 2 સદી અને 1 અડધી સદી સામેલ છે. જ્યારે બાબર આઝમનો સ્ટ્રાઈક રેટ 108.00 રહ્યો છે.

8. મોહમ્મદ મહમુદુલ્લાહ

મોહમ્મદ મહમુદુલ્લાહ

આ યાદીમાં T20 કેપ્ટન મહમુદુલ્લાહ 8માં નંબરે છે. જેણે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ માટે ઘણી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વર્ષ 2021ની વાત કરીએ તો તેને કુલ 12 ODI માં દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. 49.87ની એવરેજથી બેટિંગ કરીને તેણે 12 મેચમાં 399 રન બનાવ્યા છે. આ ઇનિંગ્સમાં તેના બેટથી અડધી સદી ફટકારી છે. તેનો બેટિંગ સ્ટ્રાઈક રેટ 81.59 હતો.

9. ફખર ઝમાન

ફખર ઝમાન

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં બેટ્સમેન ફખર ઝમાનનું નામ આ યાદીમાં 9માં સ્થાને સામેલ છે, જે ટોપ-10 ODI સ્કોરર્સમાં સામેલ છે. તેને વર્ષ 2021માં કુલ 12 મેચ રમવાની તક મળી. 11 મેચમાં 60 ની જબરદસ્ત એવરેજથી બેટિંગ કરતા ફખર ઝમાને કુલ 367 રન બનાવ્યા છે. આ ઇનિંગમાં તેના બેટમાંથી 2 સદી નિકળી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 193 રન છે. વળી, બેટિંગનો સ્ટ્રાઈક રેટ 91.93 રહ્યો છે.

10. વાનિન્દુ હસરંગા

વાનિન્દુ હસરંગા

આ યાદીમાં શ્રીલંકન ક્રિકેટ ટીમનાં ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાનું નામ છેલ્લું અને 10મું આવે છે. જેણે વર્ષ 2021માં પોતાની બોલિંગથી ઘણી ચર્ચામાં રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ ટોપ-10 લિસ્ટમાં એક પણ ભારતીય ખેલાડીનું નામ સામેલ નથી. હસરંગાએ શ્રીલંકાની ટીમ માટે કુલ 14 ODI મેચ રમી હતી. 14 મેચમાં 28ની એવરેજથી બેટિંગ કરીને કુલ 356 રન બનાવ્યા છે. આ ઇનિંગમાં તેના બેટથી 3 અડધી સદી આવી. તેનો સ્ટ્રાઈક રેટ 94.68 છે.