IPL 2021/ ફાઇનલમાં પહોંચી ટ્રોફી જીતવાનો KKR નો છે 100 ટકા રેકોર્ડ, શું ધોની તોડી શકશે આ રેકોર્ડ?

IPL નાં ઇતિહાસમાં KKR ની ટીમ બે વખત ફાઇનલમાં પહોંચી છે અને આ બે વખતે ટાઇટલ જીત્યું છે. એટલે કે ફાઇનલમાં પહોંચીને ટ્રોફી જીતવાનો તેનો રેકોર્ડ 100 ટકા છે.

Sports
ધોની vs મોર્ગન

IPL 2021 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. 15 ઓક્ટોબરનાં રોજ એટલે કે આજે વિજય દશમીનાં દિવસે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની અંતિમ મેચની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. જ્યારે ચેન્નઈની ટીમ પ્રથમ ક્વોલિફાયરમાં દિલ્હીની ટીમને 4 વિકેટે હરાવીને ફાઈનલમાં પહોંચી હતી, ત્યારે KKR ટીમ પણ દિલ્હી પર જ મોટી જીત નોંધાવ્યા બાદ ફાઈનલમાં પહોંચી હતી. હવે ધોની અને મોર્ગનની કેપ્ટનશીપની કસોટી છે. હવે જોવાનુ રહેશે કે, ચેન્નઈ વિજયનો ચોક્કો ફટકારે અથવા મોર્ગન KKR ને ત્રીજી વખત ચેમ્પિયન બનાવે છે.

ધોની vs મોર્ગન

આ પણ વાંચો – World Cup / વર્લ્ડકપમાં ભારત સામે 12 વાર હાર્યા બાદ પણ પાકિસ્તાનનું નથી તૂટી રહ્યું ઘમંડ, બાબરે શું કર્યો મોટો દાવો ?

IPL 2021 ની બે ફાઇનલિસ્ટ ટીમ હવે આપણી સામે છે. IPL 2021 ની ફાઇનલમાં, MS ધોનીની આગેવાનીવાળી CSK નો સામનો Eoin Morgan ની આગેવાનીવાળી KKR સામે થશે. હવે આ બે ટીમોમાંથી એક IPL 2021 નો ખિતાબ જીતશે, તેની પુષ્ટિ થઈ ગઈ છે. એમએસ ધોનીનાં નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ વખત ટાઇટલ જીત્યું છે, જ્યારે KKR એ બે વખત IPL ટાઇટલ જીત્યું છે. એટલે કે, આ વખતે પણ આપણને IPL નો કોઈ નવો વિજેતા નહીં મળે, પરંતુ જે બે ટીમોએ અગાઉ ટ્રોફી કબજે કરી છે, તેમાંથી એક ટીમ ફરીથી વિજેતા બનશે. જણાવી દઇએ કે, બુધવારની મેચમાં દિલ્હી કેપિટલ્સનો પરાજય થયો હતો. ટીમને ફાઇનલમાં પહોંચવાની બે તક મળી, પરંતુ ટીમ બંને મેચમાં હારી ગઈ અને હવે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. IPL નાં 14 વર્ષનાં ઇતિહાસમાં આ બીજી વખત બની રહ્યું છે જ્યારે KKR અને CSK ટીમો ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. અગાઉ વર્ષ 2012 માં, તેમની વચ્ચે IPL ની ફાઇનલ હતી અને તે મેચમાં ગૌતમ ગંભીરનાં નેતૃત્વવાળી KKR એ CSK ને હરાવીને મેચ અને ટ્રોફી પર કબજો કર્યો હતો. IPL નાં ઇતિહાસમાં KKR ની ટીમ બે વખત ફાઇનલમાં પહોંચી છે અને આ બે વખતે ટાઇટલ જીત્યું છે. એટલે કે ફાઇનલમાં પહોંચીને ટ્રોફી જીતવાનો તેનો રેકોર્ડ 100 ટકા છે. વર્ષ 2012 માં, જ્યારે CSK અને KKR વચ્ચે ફાઇનલ મેચ યોજાઇ હતી, ત્યારે પ્રથમ બેટિંગ કરતી વખતે ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ વિકેટનાં નુકસાન પર 190 રન બનાવ્યા હતા અને કોઇએ વિચાર્યું પણ ન હોતું કે KKR આટલા મોટા લક્ષ્યનો પીછો કરશે અને ટાઇટલ જીતશે. પણ તે થયું હતુ. જોકે, તે સમયે ટીમનો કેપ્ટન ગૌતમ ગંભીર હતો. વળી, આજે ટીમનો કેપ્ટન ઇઓન મોર્ગન છે.

ધોની vs મોર્ગન

આ પણ વાંચો – Cricket / વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફા પર ટીમ ઈન્ડિયાની નવી જર્સી જોવા મળી, Video

IPL 2021 ની ફાઇનલની ખાસ વાત એ છે કે બે વિશ્વ વિજેતા કેપ્ટન આમને-સામને છે. વર્ષ 2011 માં એમએસ ધોનીનાં નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ વન ડે વર્લ્ડકપ જીત્યો હતો, જ્યારે વર્ષ 2019 માં વર્લ્ડકપ ઇયોન મોર્ગનની આગેવાનીમાં ઈંગ્લેન્ડની ટીમે જીત્યો હતો. ફાઇનલમાં બે વર્લ્ડ ચેમ્પિયન ટકરાશે. CSK હોય કે KKR, બંને ટીમો સારું પ્રદર્શન કરીને અહીં પહોંચી છે અને ટ્રોફીથી માત્ર એક ડગલું દૂર છે. હવે કોઈ ટીમ ઈચ્છશે નહી કે ટ્રોફી તેમના હાથમાંથી સરકી જાય. જોકે વિજય માત્ર એક જ ટીમનો હશે. આ વખતે IPL ચેમ્પિયન કોણ બનશે તે જોવાનું રહેશે.