Not Set/ મહિલા TRB જવાનને કાળમુખા ટ્રેલરે કચડી, મોત થતા માતા બન્યા નોધારાં

મહિલા TRBનું નામ પ્રીતિબેન પ્રવીણભાઇ ચૌધરી હોવાનું અને સવાર પાળીમાં ફરજ પર જતાં પહેલાં પહેલીવાર માતાને પગે લાગીને નીકળી હતી…

Gujarat Surat
મહિલા TRB

 સુરતમાં દિનપ્રતિ દિન અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. અહીં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં અવધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મહિલા TRB જવાનનું મોત નિપજ્યુ છે. મૃત્યુ પામેલી મહિલા TRB જવાનનું નામ પ્રીતિ ચૌધરી છે. ચોંકાવનારી બાબત એ છે કે, વરિયાવ પોલીસ ચોકી પાસે આ બનાવ બન્યો હતો.

આ પણ વાંચો :ત્રિપદા સ્કુલની ટાંકીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ સાથે લોકોનાં ટોળાં ભેગાં થઈ ગયાં હતાં. ટ્રેલર જય મા સંતોષી એજન્સીનું હોવાનું સામે આવ્યું છે. કાળનો કોળિયો બનેલી મહિલા TRB જવાનનું નામ પ્રીતિબેન પ્રવીણભાઇ ચૌધરી હોવાનું અને સવાર પાળીમાં ફરજ પર જતાં પહેલાં પહેલીવાર માતાને પગે લાગીને નીકળી હતી.

આ પણ વાંચો :સાધુના વેશમાં આવેલા ઇસમોએ પળભરમાં કરી ચોરી, નડિયાદ પોલીસે તપાસ શરૂ કરી

આપને જણાવી દઈએ કે, ટ્રેલરે એક્ટિવાને અડફેટે લીધા બાદ મહિલા TRBના માથા પરથી ટ્રેલર ફરી વળતાં માથું કચડાઈ ગયું હતું, જેથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રેલરચાલક સંદીપ બિંધની અટકાયત કરી જહાંગીરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :રાજ્યમાં પ્રથમ વખત 20 થી નીચે ગયા કોરોના કેસ , એક્ટિવ કેસ 226 રહ્યા

અકસ્માતમાં કાળનો કોળિયો બનનાર ટીઆરબી જવાન પ્રીતિબેન ચૌધરી બે વર્ષ પહેલા જ ફરજમાં જોડાયા હતા. તેમના પિતાનું સાત વર્ષ પહેલા અકસ્માતમાં જ મોત થયુ હતું. સંજોગોવશ દીકરી પણ અકસ્માતમાં જ મૃત્યુ પામી. પિતાના મૃત્યુ બાદ પરિવારની જવાબદારી પ્રીતિએ ઉપાડી હતી. ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ ટીઆરબીમાં જોડાયા હતા. પ્રીતિના મોતથી નાની બહેન અને માનસિક બીમાર માતા નોંધારા બન્યા છે. પરિવારનો મુખ્ય આધાર છીનવાઈ ગયો છે.

આ પણ વાંચો :સુરેન્દ્રનગરમાં મેલડી માતાના મંદિર પાછળ નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા, એકનું મોત, એક બહાર નિકળી ગયો

રાજેશભાઇ ચૌધરી (સંબંધી)એ જણાવ્યું હતું કે પ્રીતિને નોકરી પર લાગ્યાને લગભગ બે વર્ષ જ થયાં હતાં. પિતાનું 7 વર્ષ પહેલાં અકસ્માતમાં મૃત્યુ થયા બાદ પરિવારમાં પ્રીતિના મામા થોડીઘણી આર્થિક મદદ કરતા હતા, જેમનું પણ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ આખો પરિવાર તૂટી ગયો હતો. જોકે પ્રીતિ ધોરણ-12 સુધીનો અભ્યાસ કરી TRBમાં જોડાઇ ગઈ હતી. દુઃખની વાત એ છે કે એક નાની બહેન અને માનસિક બીમાર માતા તારાબેનનો આર્થિક સહારો અકસ્માતમાં છીનવાય ગયો છે.

આ પણ વાંચો :સરકારે અંત્યોદય અને ખરેખર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શોધી શોધીને તેઓને અન્ન સુરક્ષા પ્રદાન કરી:  PM