Not Set/ સાધુના વેશમાં આવેલા ઇસમોએ પળભરમાં કરી ચોરી, નડિયાદ પોલીસે તપાસ શરૂ કરી

ત્રણ પૈકીના એકે જીગરનો હાથ પકડી લીધો હતો અને ગૂરુ નંગની સોનાની વીંટી કાઢી લીધી હતી.

Gujarat

અત્યારે કેવી કેવી મોડસ ઓપરેન્ડી અપનાવીને આરોપીઓ અપરાધને અંજામ આપી રહ્યા છે તે જોઈને આપણને નવાઈ લાગશે. મકાન , દુકાન , ગોડાઉનમાં ચોરીઓ થતી હતી જે આપણે સાંભડતા પણ હતા જોકે હવે તેમાં નવા નામોનો પણ ઉમેરો થઈ રહ્યો છે કે મંદિર, અને મસ્જિદમાં પણ હવે ચોરીઓ થવા લાગી છે. પવિત્ર સ્થળોને પણ તસ્કરો ટાર્ગેટ બનાવી રહ્યા છે એટલુંજ નહીં ભગવાન , અલ્લાહના નામે માંગવા નીકળતા ભીખારીઓ પણ ચોરીના રવાડે ચડી રહ્યા છે જેના ઘણા કિસ્સા ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. એટલુંજ નહીં સાધુનો વેશ ધારણ કરીને લોકોને બહેવકૂફ બનાવીને તેમની સાથે છેતરપિંડી આંચરતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

તાજેતરની જો વાત કરીએ તો નડિયાદમાં સાધુનો વેશ ધારણ કરી તસ્કરોએ યુવકની સવા લાખની વીંટી તફડાવી હોવાની ઘટના બની છે. રેલવે સ્ટેશન પાછળ અશોક નગરમાં રહેતો ૨૨ વર્ષિય જીગર પટેલ ૨૫ જુલાઈએ પોતાના ફોઈના દિકરા સાથે ગાડી લઈને નેક્સેસ નજીક એક દુકાનમાં કામ માટે આવ્યો હતા. શોમીલમાં લાકડા અને તે સિવાય મોબાઈલની લે-વેચનો ધંધો કરતો જીગર પટેલ કામ પૂર્ણ કરી કમળા પોતાની શોમીલ પર જવા નીકળતો હતો.

તે દરમિયાન ડી-માર્ટ રીંગ રોડ થઈ જતો હતો, જ્યાં કેનાલ નજીક એક્સપ્રેસ હાઈવેના ઢાળ પાસે પહોંચતા મિત્રનો ફોન આવતા ગાડી સાઈડમાં કરી વાત કરતો હતો. આ વખતે ત્યાં એક ગાડી આવી હતી, જેમાં તાંત્રીક જેવો વેશ ધારણ કરેલા ૩ લોકો બેઠા હતા. તેમણે સંતરામ મંદિર જવાનો રસ્તો પૂછ્યો હતો અને ત્યારબાદ ચ્હા પીવા માટે પૈસા માંગ્યા હતા. જ્યાં જીગરે પહેલા છુટ્ટા પૈસા આપતા તેમણે લીધા ન હતા અને ૧૦૦ રૂપિયાની માંગણી કરી હતી. જીગરે સાધુ સમજી ૧૦૦ની નોટ કાઢી તેમને ધરી હતી.

જ્યાં ત્રણ પૈકીના એકે જીગરનો હાથ પકડી લીધો હતો અને ગૂરુ નંગની સોનાની વીંટી કાઢી લીધી હતી. આશરે ૧.૨૫ લાખની કિંમતની દોઢેક તોલાની સોનાની વીંટી લઈ ત્રણેય સાધુ વેશે આવેલા ઈસમો ગાડી ભગાવી નાસી ગયા હતા. માતા-પિતાના ડરથી તેણે આ અંગે કોઈને જાણ કરી ન હતી. ત્યારબાદ હાથમાં વીંટી ન જાેતા પિતાએ પૂછપરછ કરી હતી, જેથી જીગરે પિતાને ઘટનાનું વર્ણન કર્યા બાદ આજે નડિયાદ ટાઉન મથકે ફરીયાદ નોંધાવી છે.