Politics/ પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ, વિરોધ વચ્ચે મંચ પરથી નીચે પડ્યા

દિલ્હીમાં હવેે દુષ્કર્મ પીડિત પરિવારને મળવા જવાનો દૌર શરૂ થઇ ગયો છે. જણાવી દઇએ કે, દિલ્હીમાં કથિત રીતે દુષ્કર્મનો શિકાર બનેલી 9 વર્ષની બાળકીનું મોત થયા બાદ સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

Top Stories India
234 12 પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ, વિરોધ વચ્ચે મંચ પરથી નીચે પડ્યા

દિલ્હીમાં હવેે દુષ્કર્મ પીડિત પરિવારને મળવા જવાનો દૌર શરૂ થઇ ગયો છે. જણાવી દઇએ કે, દિલ્હીમાં કથિત રીતે દુષ્કર્મનો શિકાર બનેલી 9 વર્ષની બાળકીનું મોત થયા બાદ સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બાળકીની મોત બાદ તેના પરિવારને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મળવા પહોંચ્યા હતા. જ્યા તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેટલુ જ નહી તેઓ જ્યારે ભાષણ આપતા હતા તે દરમ્યાન મંચ પરથી નીચે પડી ગયા હતા.

આ પણ વાંચો – સુરત / રાજ્ય સરકારનાં નિયમોની અવગણના, મંજૂરી મળી નથી છતા શાળામાં શરૂ કરી દીધા વર્ગો

દિલ્હી કેન્ટનાં નાંગલ ગામમાં સામુહિક દુષ્કર્મ બાદ 9 વર્ષની બાળકીની હત્યા અને મૃતદેહને અગ્નિસંસ્કાર કરવાન મામલાએ હવે રાજકીય રંગ લીધો છે. બુધવારે રાહુલ ગાંધી બાદ દિલ્હીથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. અહીં કેજરીવાલને લોકોનાં ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ અરવિંદ કેજરીવાલનો વિરોધ કર્યો હતો. જોકે, વિરોધ વચ્ચે અરવિંદ કેજરીવાલ પીડિત પરિવારને મળ્યા હતા. આ સાથે તેમણે પીડિત પરિવારને 10 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી.

આ પણ વાંચો – રાજકારણ / જો અમિત શાહ સંસદમાં આવશે તો માથુ મુંડાવી દઇશઃ TMC MP

કેજરીવાલ બુધવારે પીડિત પરિવારને મળવા ગયા ત્યારે કેટલાક લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. પરંતુ તે સ્ટેજ પર પહોંચી ગયા હતા. સ્ટેજ પરથી ઉતરતી વખતે તેઓ અચાનક જ પડી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. બાદમાં તેમને સુરક્ષા કર્મચારીઓએ સંભાળ્યા હતા. આ પછી, કારમાં બેસીને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચાલ્યા ગયા હતા. પીડિત પરિવારને મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું પીડિતાનાં માતા-પિતાને મળ્યો. તેમના નુકસાનની ભરપાઈ કરી શકાતી નથી પરંતુ દિલ્હી સરકાર તેમને 10 લાખ રૂપિયાનું અનુગ્રહ રાશિ આપશે. અમે મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપીશું અને ટોચનાં વકીલોની નિમણૂક કરીશું જેથી ગુનેગારોને કડક સજા મળે.

https://twitter.com/RahulGandhi/status/1422779132249788416?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1422779132249788416%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fmantavyanews.com%2Fpost%2Fprime-minister-narendra-modis-skill-in-jumlebaji-rahul-gandhi

આ પણ વાંચો – રાજકારણ / જુમલેબાજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું છે કૌશલઃ રાહુલ ગાંધી

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કેન્ટ દુષ્કર્મ પીડિતાનાં પરિવારની મુલાકાત લીધી હતી. તેઓ તે સ્થળે પહોંચ્યા જ્યાં પીડિત પરિવારને મળવા માટે વિરોધ ચાલી રહ્યો છે. પરંતુ ત્યાં ઘણી ભીડ હતી, જેના કારણે રાહુલ ગાંધી પીડિત પરિવાર સાથે તેમની કારમાં આવ્યા હતા અને તેમની સાથે વાત કરી રહ્યા હતા. પીડિત પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું, “મેં પરિવાર સાથે વાત કરી અને પરિવાર માત્ર ન્યાય માંગી રહ્યો છે, પરિવાર કહી રહ્યો છે કે, તેમને ન્યાય નથી મળી રહ્યો અને તેમની પૂર્ણ રીતે મદદ હોવી જોઇએ, જ્યા સુધી તેમને ન્યાય નહી મળે ત્યા સુધી રાહુલ ગાંધી તેમની સાથે ઉભા છે અને એક ઇંચ પણ પાછળ નહીં હટે.