Not Set/ સાબરકાંઠા : વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

સાબરકાંઠા જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠામાં સીઝનનો ૨૨ ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જેને લઇને ખેડૂતોમાં ચોમાસુ સારુ રહેશે તેવી આશા બંધાઈ છે. ત્યારે હવે ખેડૂતો પણ વાવણીમાં પૂરજોશ સાથે જોતરાયા છે. સાબરકાંઠા જીલ્લામાં વરસાદ શરુઆતે જ વાવણી લાયક વરસવાને લઇને ખેડૂતોમાં આનંદ વર્તાઇ રહ્યો છે […]

Gujarat
farmers123 સાબરકાંઠા : વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

સાબરકાંઠા જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠામાં સીઝનનો ૨૨ ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જેને લઇને ખેડૂતોમાં ચોમાસુ સારુ રહેશે તેવી આશા બંધાઈ છે. ત્યારે હવે ખેડૂતો પણ વાવણીમાં પૂરજોશ સાથે જોતરાયા છે.

farmers 12564 સાબરકાંઠા : વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

સાબરકાંઠા જીલ્લામાં વરસાદ શરુઆતે જ વાવણી લાયક વરસવાને લઇને ખેડૂતોમાં આનંદ વર્તાઇ રહ્યો છે તો બીજી તરફ ગત વર્ષનાં પ્રમાણમાં વાવેતર ખેડૂતોએ સારા પ્રમાણમાં વાવણી હજુ પણ વધુ સારા વરસાદની આશા એ કરી છે અને આમ ખેડૂતો હવે વાવણીની પળોજણમાં જોતરાઇ ગયા છે.

 

સાબરકાંઠા જીલ્લામાં ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ સારુ રહ્યુ છે, જૂન માસનાં અંત અને જુલાઇ માસની શરૂઆતમાં જ વરસાદ સારો વરસતા ખેડૂતોને ચોમાસુ સારુ જવાની આશાને લઇને તેમણે પણ હવે વાવણીનાં કામકાજમાં ઉત્સાહ પુર્વક જોતરાઇ ગયા છે. સાબરકાંઠામાં ૨૨ ટકા જેટલો વરસાદ સીઝનનો વરસી ચુક્યો છે અને જેને લઇને ખેડૂતોમાં સારા ચોમાસાની સિઝન રહેવાની આશા મજબુત બંધાઇ છે, જેને લઇને આખરે ખેડૂતોએ પણ હવે વાવણીની પળોજણમાં આનંદ પૂર્વક જોતરાઇ જવામાં વ્યસ્ત બન્યા છે.

farmers126475 સાબરકાંઠા : વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

સાબરકાંઠા જીલ્લામાં ગત વર્ષે જુલાઇ માસની શરૂઆતમાં વાવણીનું પ્રમાણ ઓછુ વર્તાઇ રહ્યુ હતુ અને જેના પ્રમાણમાં ચાલુ વર્ષે વાવણીનું પ્રમાણ વધ્યુ છે અને તે માટે ચોમાસાની સારી શરૂઆતને જવાબદાર માનવામાં આવી રહી છે. મગફળી, અડદ અને તુવેર જેવા પાકોનું પ્રમાણ ગત વર્ષનાં પ્રમાણમાં વધ્યુ છે. જેની સામે કપાસનું વાવેતર ઓછુ થયુ છે. ગત વર્ષે દોઢ લાખ હેકટર વિસ્તાર કરતા ઓછુ વાવેતર હાલનાં દીવસો સુધી થયુ હતુ, જે ચાલુ વર્ષે ૧.૭૪ લાખ હેક્ટર વિસ્તાર જેટલુ વાવેતર થયુ છે. આમ વરસાદને લઇને ખેડૂતોમાં સારી આશા હોવાનુ જણાઇ રહ્યુ છે. તો બીજી તરફ જળાશયોમાં પાણી ની સ્થીતી ખુબ જ વિકટ છે અને હવે ખેડૂતોએ ચોમાસુ સારુ જવા માટે જળાશયો છલકાય તેવા વરસાદની પણ આશા રાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન