Gujarat Cold/ ગુજરાતમાં નલિયા ઠંડુગાર, 11 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું

ગુજરાતમાં શીતલહેરનો પ્રારંભ થઈ ચૂક્યા છે. બુધવારે રાજ્યના 11 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચુ તાપમાન નોંધાયુ હતુ. તેમા નલિયામાં શિયાળાની સીઝનનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 17 ગુજરાતમાં નલિયા ઠંડુગાર, 11 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું

ગાંધીનગરઃ ગુજરાતમાં શીતલહેરનો પ્રારંભ થઈ ચૂક્યા છે. બુધવારે રાજ્યના 11 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચુ તાપમાન નોંધાયુ હતુ. તેમા નલિયામાં શિયાળાની સીઝનનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. વર્તમાન સીઝનમાં પહેલી વખત નલિયાનું લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીથી નીચે ઉતરતા 9.8 ડિગ્રી નોંધાયું હતું. આમ ફક્ત બે દિવસમાં 4.6 ડિગ્રી જેટલો પારો ગગડ્યો છે.

અમદાવાદના શહેરોમાં લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું છે. આ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું. ડીસામાં આ તાપમાન 14.6 ડિગ્રી હતુ અને ભુજમાં 15 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં 16 ડિગ્રી, અમરેલીમાં 17.8 ડિગ્રી, દ્વારકામાં 18.4 ડિગ્રી, વડોદરામાં 18, ભાવનગરમાં 19.4, પોરબંદરમાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

પહાડી રાજ્યોમાં ચાલતી હિમવર્ષાની અસર હવે ઉત્તર ભારતના હવામાન પર જોવા મળી છે. ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં ઠંડા પવનો સાથે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ જ સમયે હવામાન વિભાગે મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદ બાદ આ રાજ્યોના લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે.

બંગાળની ખાડીમાં દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સર્જાયેલું ગંભીર ચક્રવાતી તોફાન મિચોંગ હવે ઉત્તરપૂર્વ તેલંગણા, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ આંતરિક ઓડિશામાં ઓછા દબાણ ક્ષેત્રમાં નબળું પડી ગયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન વાવાઝોડાની અસરના લીધે સંલગ્ન રાજ્યોમાં સારો વરસાદ નોંધાયો હતો. આગામી એક-બે દિવસમાં આ રાજ્યોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ