Junagadh/ જુનાગઢમાં શ્વાનના આતંકથી લોકો ત્રાહિમામ, દરરોજ 16 થી વધુ લોકોને રખડતા શ્વાન કરડયા

જુનાગઢ મહાનગર વિસ્તારમાં શ્વાનના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે શેરી ગલીઓમાં લોકો વાહન લઈને પસાર થતા ડરી રહ્યા છે અને બાળકો પણ શેરી ગલીઓમાં રમતા ડરી રહ્યા છે

Top Stories Gujarat Others
શ્વાનના આતંકથી

@અમ્માર  બખાઈ

Junagadh News: જુનાગઢ મહાનગર વિસ્તારમાં શ્વાનના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. મહાનગર વિસ્તારમાં દરરોજ 16 જેટલા દર્દીઓ શ્વાન કરડવાથી સારવાર લેવા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે.બીજી તરફ શ્વાનના ખસીકરણ માટે મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામગીરી વહેલી ધ કે શરૂ કરાશે.

જુનાગઢ મહાનગર વિસ્તારમાં શ્વાનના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે શેરી ગલીઓમાં લોકો વાહન લઈને પસાર થતા ડરી રહ્યા છે અને બાળકો પણ શેરી ગલીઓમાં રમતા ડરી રહ્યા છે શ્વાનની દિવસેને દિવસે વધતી જતી વસ્તીને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે જુનાગઢ મહાનગર વિસ્તારમાં દરરોજ 16 થી વધુ શ્વાન કરડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં આંકડા જોઈએ તો ઓક્ટોબરમાં 483 શ્વાન કરડવાના કેસ આવ્યા હતા તો આ આંકડો વધીને નવેમ્બર માસમાં 628 કેસ પહોંચ્યો હતો.છેલ્લા ત્રણ મહિનામાં શ્વાન કરડવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

બીજી તરફ મહાનગરપાલિકા માં પણ રોજબરોજ શ્વાન કારણે થતીઓ મુશ્કેલીને લઈને અનેક ફરિયાદો મળી રહી છે જેને પગલે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા હવે પાલનપુર ની એજન્સીને શ્વાનના ખસીકરણ માટેનું ટેન્ડર આપવામાં આવ્યું છે. તેનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે એક કે બે દિવસમાં જ શ્વાનના ખસીકરણની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવશે.

આમ હવે જુનાગઢવાસીઓ ને શ્વાન ના આતંકમાંથી મહદંશે મુક્તિ મળે તેવી આશા જાગી છે.


whatsapp ad White Font big size 2 4 જુનાગઢમાં શ્વાનના આતંકથી લોકો ત્રાહિમામ, દરરોજ 16 થી વધુ લોકોને રખડતા શ્વાન કરડયા


આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવાની ફરજ ના પાડે, શાળાના સંચાલકો માટે ખાસ પરિપત્ર

આ પણ વાંચો:અમરાઈવાડીમાં એસિડ એટેક, યુવતીને આપેલી ધમકીનું ઓડિયો રેકોર્ડિંગ આવ્યું સામે

આ પણ વાંચો:ગાય,ગંદકી અને રાજકારણ, પ્લાસ્ટિક ખાવાથી ગાયો મરે છે

આ પણ વાંચો:ઘર કંકાસમાં સગા પુત્રોએ લાકડી અને કોદાળીના ઘા ઝીકી પિતાની કરી હત્યા