Not Set/ તેજબહાદૂર હવે સુપ્રિમ કોર્ટની શરણે, ફોર્મ રદ થતા SCમાં ગયા તેજબહાદૂર

BSFમાંથી બર્ખાસ્ત થયેલાં સિપાહી તેજબહાદુર યાદવે વારાણસી સંસદીય સીટ પરથી તેમનું ઉમેદવારી ફોર્મ રદ થયાં બાદ હવે સુપ્રીમ કોર્ટનો દરવાજ ખટખટાવ્યો છે. વડાપ્રધાન મોદી વારાણસીથી બીજી વખત ચૂંટણી લડી રહ્યાં છે. તેજબહાદૂરે પીએમને પડકાર આપવા બીજી વખત 29 એપ્રિલ સપાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ હતું, પરંતુ તપાસ બાદ યાદવની ઉમેદવારી ચૂંટણી પંચે રદ કરી હતી. […]

Top Stories India
Tej Bahadur Yadav તેજબહાદૂર હવે સુપ્રિમ કોર્ટની શરણે, ફોર્મ રદ થતા SCમાં ગયા તેજબહાદૂર

BSFમાંથી બર્ખાસ્ત થયેલાં સિપાહી તેજબહાદુર યાદવે વારાણસી સંસદીય સીટ પરથી તેમનું ઉમેદવારી ફોર્મ રદ થયાં બાદ હવે સુપ્રીમ કોર્ટનો દરવાજ ખટખટાવ્યો છે. વડાપ્રધાન મોદી વારાણસીથી બીજી વખત ચૂંટણી લડી રહ્યાં છે. તેજબહાદૂરે પીએમને પડકાર આપવા બીજી વખત 29 એપ્રિલ સપાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ હતું, પરંતુ તપાસ બાદ યાદવની ઉમેદવારી ચૂંટણી પંચે રદ કરી હતી. ત્યારે હવે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટમાં યાદવનો કેસ લડશે.

અગાઉ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું

સપામાંથી ઉમેદવારી પત્ર ભર્યા પહેલાં તેજબહાદુરે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ તેજબહાદુરને નોટિસ મોકલી હતી, જેમાં કહેવાયું હતું કે તેમના શપથ પત્રમાં નોકરીમાંથી બર્ખાસ્ત કરવાના અલગ અલગ કારણો જણાવવામાં આવ્યા છે. જેનો જવાબ દાખલ કરવા માટે તેને 1 મે સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ચૂંટણી પંચ મુજબ જો કોઈ કર્મચારીને સરકારી નોકરીમાંથી બર્ખાસ્ત કરવામાં આવે તો તેની જાણકારી આપવી જરૂરી હોય છે, જે બાદ આદેશ મળે તો તે ઉમેદવારી પત્ર ભરી શકે છે. પરંતુ તેજબહાદુરે આ નિયમોનું પાલન કર્યું ન હતું.