ખુશખબર/ ટામેટાંની મોંઘવારીમાંથી પણ મળશે આઝાદી,15 ઓગસ્ટથી રૂ.50ના ભાવે ટામેટાં મળશે!

.સરકારના ગ્રાહક બાબતોના વિભાગે નાફેડ અને NCCFને 15 ઓગસ્ટ, 2023 થી 50 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે ટામેટાં વેચવાનો આદેશ આપ્યો છે

Top Stories India
6 1 4 ટામેટાંની મોંઘવારીમાંથી પણ મળશે આઝાદી,15 ઓગસ્ટથી રૂ.50ના ભાવે ટામેટાં મળશે!

આઝાદીના દિવસે તમને મોંઘવારીમાંથી પણ આઝાદી મળવાની છે,સાવ એવું પણ નથી કે દેશમાં દરેક વસ્તુ સસ્તી થઈ જશે,પરંતુ છેલ્લા એક મહિનાથી જે વસ્તુ તમને પરેશાન કરી રહી છે એટલે કે ટામેટાંની કિંમત હવે 200 કે 150 થી ઘટીને 50 રૂપિયા થવા જઈ રહી છે.સરકારના ગ્રાહક બાબતોના વિભાગે નાફેડ અને NCCFને 15 ઓગસ્ટ, 2023 થી 50 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે ટામેટાં વેચવાનો આદેશ આપ્યો છે. જથ્થાબંધ બજારોમાં ટામેટાંના ભાવ ઘટવાના કારણે આવું કરવામાં આવ્યું છે.

દેશમાં ટામેટાંના ભાવ ખૂબ જ ઉંચા ગયા બાદ સરકારે 14 જુલાઈ 2023થી ટામેટાંનું વેચાણ શરૂ કર્યું હતું. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં, સરકારે 14 જુલાઈથી 13 ઓગસ્ટ સુધીમાં કુલ 15 લાખ કિલો ટામેટાંનું વેચાણ કર્યું છે. NAFED અને NCCF જેવી સરકારી એજન્સીઓ સતત ટામેટાંની ખરીદી કરી રહી છે અને ફુગાવાગ્રસ્ત વિસ્તારોમાં છૂટક બજારમાં ઉપલબ્ધ કરાવી રહી છે.

દિલ્હી-એનસીઆર ઉપરાંત, આ બંને એજન્સીઓએ જયપુર, કોટા, લખનૌ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ, પટના, મુઝફ્ફરપુર, અરાહ અને બક્સર જેવા શહેરોના છૂટક બજારોમાં ટામેટાં ઉપલબ્ધ કરાવ્યા હતા. જેથી તેની કિંમતો નીચે લાવી શકાય.નાફેડ અને એનસીસીએફ (નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન) એ શરૂઆતમાં જથ્થાબંધ ટામેટાં ખરીદવાનું શરૂ કર્યું અને તેને 90 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચવાનું શરૂ કર્યું. તે સમયે બજારમાં તેનો ભાવ 180 થી 200 રૂપિયા પ્રતિ કિલો હતો. બાદમાં, તેમની કિંમત 16 જુલાઈના રોજ ઘટાડીને રૂ. 80 કરવામાં આવી હતી અને પછી 20 જુલાઈએ, દર કિલો દીઠ રૂ. 70 નક્કી કરવામાં આવ્યો હતો.હવે આ સરકારી એજન્સીઓ ફરી એકવાર ટામેટાંના ભાવમાં ઘટાડો કરવા જઈ રહી છે. 15 ઓગસ્ટથી સામાન્ય લોકોને માત્ર 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં ઉપલબ્ધ થશે.