એઆઈએડીએમકેનું ભાજપ સાથે જોડાણ આવતા વર્ષના પ્રારંભે આવી રહેલી તમિળનાડુની ચૂંટણી માટે ચાલુ રહેશે. આ જાણકારી મુખ્યમંત્રી ઇ પલાનીસ્વામીએ શનિવારે કેન્દ્રીય પ્રધાન અમિત શાહની ચેન્નાઇ મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી. પલાનીસ્વામીએ કહ્યું કે, ” વિધાનસભાની ચૂંટણીઓ માટે પણ લોકસભા જોડાણ ચાલુ રહેશે. અમે 10 વર્ષ સુશાસન આપ્યું છે. અમારું જોડાણ 2021 ની ચૂંટણી જીતશે. તમિળનાડુ હંમેશાં પીએમ મોદીનું સમર્થન કરશે “
આપને જણાવી દઇએ કે, લોકસભાની ચૂંટણીમાં આંચકો ખાધા પછી, એઆઈએડીએમકે ફરી એક વખત રાજ્યમાં ડીએમકેને ચૂંટણીમાં લડત આપી હતી અને નવ વર્ષથી વધુ સમયથી સત્તામાં છે. 2011માં વિધાનસભાની ચૂંટણીમાં એઆઈએડીએમકેએ ડીએમકેને હરાવ્યો ત્યારે જે જયલલિતાએ પાર્ટીને શાનદાર વિજય આપ્યો હતો. આ પ્રદર્શન 2016માં પણ યથાસ્થિતિ રહ્યું, પરંતુ ગયા વર્ષે લોકસભાની ચૂંટણીઓમાં ડીએમકેએ મજબૂત પ્રદર્શન સાથે બાઉન્સ કર્યું હતું.