Not Set/ ખરી કરી આતો !! સર્વે મુજબ INSTA પર 1.6 કરોડ ભારતીય સેલિબ્રિટી પ્રોફાઇલ ફેક

યુવાનોમાં ખુબ જ લોકપ્રિય એવા ફેસબુકની માલિકીનાં પબ્લિક ડોમેઇન “Instagram” મામલે એક સર્વેમાં અત્યંત ચોકાવનારો ઘટસ્પોટ સામે આવ્યો છે. INSTA નાં અભ્યાસ અંતરગત 82 દેશોનાં 1 કરોડ 84 લાખ ખાતાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સર્વેમાં INSTA પર ફેક પ્રોફાઇલનાં ચોકાવનારા આંકડા સામે આવ્યા. આંકડા એટલા તો ચોકાવનારા છે કે વાત જ ન પુછો. INSTAનાં અભ્યાસમાં […]

Top Stories India Business
instagram logo gradient3 ss 1920 ખરી કરી આતો !! સર્વે મુજબ INSTA પર 1.6 કરોડ ભારતીય સેલિબ્રિટી પ્રોફાઇલ ફેક

યુવાનોમાં ખુબ જ લોકપ્રિય એવા ફેસબુકની માલિકીનાં પબ્લિક ડોમેઇન “Instagram” મામલે એક સર્વેમાં અત્યંત ચોકાવનારો ઘટસ્પોટ સામે આવ્યો છે. INSTA નાં અભ્યાસ અંતરગત 82 દેશોનાં 1 કરોડ 84 લાખ ખાતાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સર્વેમાં INSTA પર ફેક પ્રોફાઇલનાં ચોકાવનારા આંકડા સામે આવ્યા. આંકડા એટલા તો ચોકાવનારા છે કે વાત જ ન પુછો. INSTAનાં અભ્યાસમાં અમેરિકામાં સૌથી વધુ 4.9 કરોડ નકલી ખાતાઓ હોવાની વાતને પુષ્ટી મળી છે, તે બીજા ક્રમે 2 કરોડ 7 લાખ નકલી એકાઉન્ટ્સ સાથે બ્રાઝિલ છે. ત્યારે ભારતમાં  આ આંકડો 1 કરોડ 60 લાખનો સામે આવ્યો છે.

ઇન્સ્ટા પર સેલિબ્રિટી પ્રોફાઇલ્સનો સમાવેશ, 16 મિલિયન ભારતીય પ્રભાવશાળી લોકોને નકલી મળી

સ્વીડિશ ઇ-કૉમર્સ સ્ટાટ અપ કંપની ‘ અ ગુડ કંપની’ અને ડેટા વિશ્લેષક કંપની ‘હાઇપઓડીટર’  દ્રારા કરવામા આવેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે લોકો કૃત્રિમ રીતે વેનિટી મેટ્રિક્સ (ખરીદી માટે નકલી ડેટા)ને પ્રમોટ કરવા માટે વિપુલ પ્રમાણમાં આવી ફેક પ્રોફાઇલોનો સહારો લેતા હોય છે.  ભારતમાં આવી પ્રોફાઇલો પ્રભાવશાળી લોકોની હોવાનું પણ સામે આવી રહ્યું છે જે સમાજનાં મોટા ભાગ પર પ્રવાક હોય છે. ભારતમાં આવી હાઇ ફેક પ્રોફાઇલોની સંખ્યા 1 કરોડ 60 લાખ છે.

ખરી કરી આતો !! સર્વે મુજબ INSTA પર 1.6 કરોડ ભારતીય સેલિબ્રિટી પ્રોફાઇલ ફેક

ફેક પ્રોફાઇલનો આંકડો 11 હજાર કરોડની આસપાસ પહોંચી

માર્કેટિંગ કંપની મીડિયાસીક્સનાં જણાવ્યા પ્રમાણે, INSTA પર આવી  ફેક પ્રોફાઇલનું પ્રમાણ જે પૂર્વે 5 હજાર કરોડ હતું તે  વધીને 11 હજાર કરોડની આસપાસ પહોંચી ગયું છે. તો એક અંદાજ પ્રમાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રભાવશાળી લોકોની ફેક પ્રોફાઇલો વર્ષના અંત સુધીમાં 13 હજાર કરોડ સુધી પહોંચી શકે છે.

ફેક પ્રોફાઇલ દ્વારા માર્કેટીંગથી લોકોને મોટું નુકશાન

અ ગુડ કંપનીનાં CEO એન્ડર્સ એન્કરલાઇડે જણાવ્યું હતું કે કંપનીઓ માને છે કે તેઓ પ્રભાવશાળી લોકોની ફેક પ્રોફાઇલનો ઉપયોગ કરીને પોતાની પ્રોડક્સ માટે માર્કેટિંગ કરી વેચાણ મેળવી રહ્યા છે. લોકો દ્વારા આવી ફેક પ્રોફાઇલો દ્વારા કરવામા આવતા ફેક માર્કેટીંગનાં ખરીદી કરી  પોતાના પૈસાનો વ્યય કરી રહ્યા છે.

facebook and insta ખરી કરી આતો !! સર્વે મુજબ INSTA પર 1.6 કરોડ ભારતીય સેલિબ્રિટી પ્રોફાઇલ ફેક

કરોડો વપરાસકારમાં ફેક શોધવું મુશ્કેલ

ખરેખર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લોકપ્રિયતાએ અસરકારક માર્કેટિંગ માટે નવી જાહેરાત સિસ્ટમ પ્રસ્તાપિત કરી દીધી છે. Instagram વિશ્વભરમાં 1 અજબ માસિક સક્રિય વપરાશકર્તા છે. INSTAની મુખ્ય કંપની ફેસબુક પાસે 2.38 અબજ માસિક સક્રિય વપરાશકર્તાઓ છે. જ્યારે દરરોજ 16 મિલિયન લોકો Twitter પર લૉગ ઇન થાય છે. વોટસૅપ સોશિયલ મીડિયા પણ એક શક્તિશાળી પ્લેટફોર્મ છે. જેના ફક્ત ભારતમાં જ 30 કરોડ વપરાશકર્તાઓ છે.

સોશિયલ મિડીયા પર જાગ્રૃતતાની ગેરહાજરી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની વસ્તુ અને સર્વીસનું માર્કેટીંગ સરળતાથી થઈ શકે છે. સોશિયલ મીડિયા પર ઘણી બધી એપ્લિકેશનો છે, જે ખરેખર પ્રભાવશાળી છે અને તે શોધી શકાય છે. જો કે સોશિયલ મિડીયા પર જાગ્રૃતતાની ગેરહાજરીમાં તે જાણવું મુશ્કેલ છે કે કઈ પોસ્ટ વાસ્તવિક છે અને કઇ પોસ્ટ નકલી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Mantavyanews