નિર્ણય/ CMની બેઠકનો ધમધમાટ શરુ, કેન્દ્રીય ટીમ સાથે 4 વાગ્યે-કોર કમિટી સાથે 6 વાગે યોજાશે સમીક્ષા બેઠક, લેવાઈ શકે છે આવો મહત્વનો નિર્ણય

ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી અને સારવાર તેમજ આરોગ્ય લક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રીશ્રી

Top Stories Gujarat Others
rupani cabinetN CMની બેઠકનો ધમધમાટ શરુ, કેન્દ્રીય ટીમ સાથે 4 વાગ્યે-કોર કમિટી સાથે 6 વાગે યોજાશે સમીક્ષા બેઠક, લેવાઈ શકે છે આવો મહત્વનો નિર્ણય

CM  અને કેન્દ્રીય ટીમ વચ્ચે સાંજે 4 વાગ્યે યોજાશે બેઠક

ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી અને સારવાર તેમજ આરોગ્ય લક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજશે. આ કેન્દ્રીય ટીમ CM ડેશ બોર્ડ દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવતા મોનીટરીંગ તેમજ સારવાર ફોલોઅપ વગેરેથી માહિતગાર થવા CM ડેશ બોર્ડની કામગીરી પણ આ બેઠક બાદ નિહાળશે.

CMનાં અધ્યક્ષ સ્થાને સાંજે 6 વાગ્યે યોજાશે સમીક્ષા બેઠક

સોમવારે સવારે 6 વાગે અમદાવાદ શહેરમાં 57 કલાકના કરફ્યુ અવધી પુર્ણ થઈ રહી છે, ત્યારે કરફ્યુ વધારવો કે મુક્તિ આપવી તે અંગેનો નિર્ણય આજે સાંજે 6 વાગ્યે મળનારી રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં લેવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય 3 શહેરોમાં પણ રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. તો બીજીતરફ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તે સંજોગોમાં કરફ્યુ અંગેનો આખરી નિર્ણય આજે સાંજે લેવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. જો કે, અમદાવાદમાં કરફ્યુ લંબાવવા અંગે સરકાર પણ અસમંજસની સ્થિતિમાં છે કેમ કે, ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા છે, ત્યારે ફરીથી કરફ્યુ કે લોકડાઉનના કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

4 શહેરોમાં આ પ્રકારે કરફ્યુ જાહેરાતની સંભાવના

જો કરફ્યુ લાંબાવવામાં આવે તો, રાજ્યના 4 શહેરોમાં આ પ્રકારે કરફ્યુ જાહેરાતની સંભાવના જોવામાં આવી રહી છે. દિવસે સવારે 6થી 10 અને સાંજે 4થી 8 વાગ્યા સુધી છૂટછાટ મળી શકે છે. મહિલાઓને સવારના અમુક કલાકો માટે કરફ્યુ મુક્તિ મળી શકે છે. દિવસે જરૂરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, કરિયાણું, દવાઓ અને શાકભાજી સિવાયના તમામ ધંધા-વ્યાપાર બંધ રહી શકે ઔદ્યોગિક એકમોને ગાઇડલાઇનના પાલન સાથે છૂટછાટ મળી શકે છે. જરૂરિયાતની વસ્તુ સિવાયના તમામ વેપારી એકમો અને દુકાનોને બંધ રાખવા ફરજ પડાઇ શકે છે.

કરફ્યુ અંગે કેન્દ્ર સરકાર સાથે મસલત અનિવાર્ય

કેન્દ્ર સાથે મસલત બાદ અંતિમ નિર્ણય લઇ શકાશે. કેન્દ્ર સરકારે અનલોક માટે બહાર પાડેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવાયું છે કે કોઇપણ રાજ્ય પોતાની રીતે લોકડાઉન લાગુ કરી શકે નહીં. આથી આ પ્રકારના કરફ્યુ નામે લાગુ થઇ શકે તેવાં લોકડાઉન માટે ગુજરાત સરકાર કેન્દ્ર સાથે ચર્ચા કરી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….