Not Set/ સંઘ પ્રચારક દામલેજીનું 96 વર્ષની વયે અમદાવાદમાં અવસાન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક ભાસ્કરરાવ દામલેજીનું ગઈ કાલે રાતે નિધન થયું હતું. વર્ષ 1952થી દામલેજીએ ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. તેમના પાર્થિવ દેહને કાંકરિયા ખાતે આવેલા હેગડેવર ભવનમાં રાખવામાં આવશે. સોમવારે બપોરે એમના અંતિમસંસ્કાર કરવામાં આવશે. જણાવી દઈએ કે, 9 જુલાઈ 1929માં નાગપુરમાં દામલેજીનો જન્મ થયો હતો. 1936-37ના અરસામાં તેઓ સંઘમાં જોડાયા હતા. તેઓ 77 […]

Ahmedabad Top Stories Gujarat
7 1544344794 1 સંઘ પ્રચારક દામલેજીનું 96 વર્ષની વયે અમદાવાદમાં અવસાન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક ભાસ્કરરાવ દામલેજીનું ગઈ કાલે રાતે નિધન થયું હતું. વર્ષ 1952થી દામલેજીએ ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. તેમના પાર્થિવ દેહને કાંકરિયા ખાતે આવેલા હેગડેવર ભવનમાં રાખવામાં આવશે. સોમવારે બપોરે એમના અંતિમસંસ્કાર કરવામાં આવશે.

જણાવી દઈએ કે, 9 જુલાઈ 1929માં નાગપુરમાં દામલેજીનો જન્મ થયો હતો. 1936-37ના અરસામાં તેઓ સંઘમાં જોડાયા હતા. તેઓ 77 વર્ષ સુધી સંઘ પ્રચારક રહ્યા હતા, તેમજ સંઘના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો.

સંઘ પર લાગેલા પ્રતિબંધોના પણ દામલેજી સાક્ષી રહ્યા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના તેઓ સહ-સ્થાપક પણ રહ્યાં હતા. ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓને ફરજીયાત શાખામાં જવાનો આદેશ તેમણે આપ્યો હતો.

ગુજરાતમાં કેશુભાઈ પટેલના શાસન દરમિયાન દામલેજી સુપર સીએમ તરીકે ઓળખાતા હતા. કેશુભાઈની બેકસીટમાં દામલેજી અને સંજય જોશીની જોડી હતી.