Not Set/ વધારે ITC મેળવતા વેપારીઓ વિરુદ્ધ GST વિભાગ દ્વારા કડક કાર્યવાહી

વેપારીઓ દ્વારા રૂ.171 કરોડની ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડિટ(ITC) લેતા  મુખ્ય રાજ્ય વેરા કમિશનર કચેરી દ્વારા કડક કાર્યવાહી

Top Stories Business
ITCનો ખોટો ક્લેઈમ:

ITCનો ખોટો ક્લેઈમ : મુખ્ય રાજ્ય વેરા કમિશનર દ્વારા ચાલુ ક્વાર્ટર દરમિયાન રૂ. 171 કરોડ જેટલી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડિટ ભોગવનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  ITC અંગેની સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતા અમુક વેપારીઓ સરકારી વેરો પૂરેપૂરો ન ભરવાના હેતુથી તેમને ઉપ્લબ્ધ ITC કરતા GSTR- 3Bમાં વધારે ITC ક્લેઈમ કરે છે. આવું કરીને તેમના દ્વારા ભરવાપાત્ર વેરા કરતા ઓછી રકમ ભરવામાં આવે છે અને તેના કારણે સરકારી તિજોરીને નુકશાન થાય છે.

આ નુકશાન અટકાવવા માટે વિભાગ દ્વારા ખાસ સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેરની મદદથી વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરના આંકડાઓનું વિશ્લેષણના આધારે ITCનો ખોટો ક્લેઈમ કરનાર 99 વેપારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન 99 પૈકી 78 વેપારીઓ મળ્યા નથી. જેથી તેમના વ્યવહારો શંકાસ્પદ જણાયછે અને તેઓ બીલીંગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોઈ તેમના અગાઉના વ્યવહારોની પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અધિક રાજ્ય વેરા કમિશનર હસમુખ પ્રજાપતિ(વહીવટ) એ એક યાદીમાં જણાવ્યું છે.

આવી રીતે ITCનો ખોટો ક્લેઈમ કરી ખોટી રીતે ક્રેડિટ લેતા વેપારીઓ સામે વેરાની વસુલાતની કાર્યવાહી હાથ ધરવા માટે એકાઉન્ટ સીઝ કરવાથી સહિતના બીજા કાયદાકીય પગલા લેવામાં આવી રહ્યા હોવાનું યાદીમાં વધુમાં જણાવાયુ છે.

નવી દિલ્હી / ભારતનો 75 મો સ્વતંત્રતા દિવસ ‘નેશન ફર્સ્ટ ઓલવેઝ ફર્સ્ટ’ થીમ પર ઉજવવામાં આવશે

રાજકીય વિશ્લેષણ / મોદીના માસ્ટર સ્ટ્રોકને વિપક્ષનો ટેકો !!

રાજકીય વિશ્લેષણ / નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા
ટોક્યો ઓલિમ્પિક્સ / હરિયાણા બને છે રમતગમત મોરચે રોલ મોડલ

રણબંકો / રણનો રણકાર, રબારી સમાજનું ગૌરવ અને ભારતને બે યુદ્ધમાં જીત અપાવનાર બેતાજ બાદશાહ એટલે રણછોડ પગી