EXIT POLL/ થોડી વારમાં આવશે એક્ઝિટ પોલ, જુઓ ગુજરાતમાં કોનો દબદબો

ગુજરાતમાં બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં ગુજરાતની 93 બેઠકો પર મતદાન થયું. બીજા તબક્કામાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી તમામ…

Top Stories Gujarat
Election Exit Poll 2022

Election Exit Poll 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કામાં આજે 93 બેઠકો માટે મતદાન થઈ ગયું છે. મતદાન પૂર્ણ થયા બાદ તરત જ એક્ઝિટ પોલના પરિણામો સામે આવશે, જેના કારણે ગુજરાતમાં આ વખતે કોની સરકાર બનવા જઈ રહી છે તે કેટલાંક અંશે સ્પષ્ટ થઈ જશે. ગુજરાતમાં બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં ગુજરાતની 93 બેઠકો પર મતદાન થયું. બીજા તબક્કામાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી તમામ 93 પર લડી રહી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 90 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ સિવાય કોંગ્રેસના સહયોગી એનસીપીએ બે બેઠકો જીતી છે. અન્ય પક્ષોની વાત કરીએ તો માયાવતીના નેતૃત્વવાળી બહુજન સમાજ પાર્ટી એટલે કે બસપા પાસે 44 ઉમેદવારો છે અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી પાસે 12 ઉમેદવારો છે.

કેવું રહ્યું 2017નું પરિણામ?

ગત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાની 93 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને 51 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 39 બેઠકો મળી હતી. આ સિવાય ત્રણ બેઠકો અપક્ષ ઉમેદવારોના ફાળે ગઈ હતી.

આ પણ વાંચો: EXIT POLL/એક્ઝિટ પોલ સાડા છ વાગ્યા સુધી શરૂ નહી થઈ શકેઃ ચૂંટણીપંચ