સોશિયલ મીડિયા અને અન્યત્ર પોતાને ફિલ્મ નિર્માતા ગણાવતા ડેનિયલ શ્રવણે દેશમાં દુષ્ક્રમને કાયદેસર બનાવવાની તરફેણ કરી હોવાનુ સામે આવી રહ્યુ છે. તેણે ફેસબુક પર એક પછી એક લાંબો લેખ લખ્યો છે કે, છોકરીઓ અને મહિલાઓએ કોન્ડોમ રાખવા જોઈએ. દુષ્કર્મીની જાતીય ઇચ્છાઓને નકારી કાઠવા અને દુષ્કર્મ બાદ હત્યા માટે ઉશ્કેરવાને બદલે, તેને કાયદેસર માન્યતા આપવી જોઈએ. આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યુ છે. સુત્રોનું કહેવુ છે કે, આ શખ્સ દક્ષિણની સી ગ્રેડ ફિલ્મોનો ડિરેક્ટર છે.
લોકોને જ્યારે તેના ફેસબુક પોસ્ટ પર આ પ્રકારનાં લખાણની ખબર પડી ત્યારે લોકોએ તેની ક્લાસ લેવાની શરૂ કરી દીધી. લોકોની પ્રતિક્રિયાઓ પર થોડા સમય માટે મૂંઝવણમાં આવ્યા પછી, તેણે તેમની પોસ્ટ ડિલીટ કરી નાખી. પરંતુ તેની પોસ્ટનાં સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર હાલમાં પણ ખૂબ વાયરલ થઇ રહ્યા છે. ઘણાં ટ્વિટર-વેરીફાઇડ એકાઉન્ટ્સ અને અન્ય મોટી હસ્તીઓએ એફબી પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરીને ફિલ્મ નિર્માતાની નિંદા કરી છે.
ડેનિયલ શ્રવણે એફબી પર દુષ્કર્મ અંગે લખ્યું કે, “સરકારે હિંસા વિના દુષ્કર્મનાં કેસોને કાનૂની માન્યતા આપવી જોઈએ. દુષ્કર્મ બાદ હત્યા બંધ કરો. 18 વર્ષથી વધુ ઉંમરની તમામ છોકરીઓને દુષ્કર્મ વિશે વિગતવાર કહેવું જોઈએ. તેઓએ પુરુષોની જાતીય ઇચ્છાઓને નકારવી ન જોઈએ. તેટલુ જ નહી તેણે કોન્ડોમનો ઉપયોગ કરવો જોઇએ. તો જ આવી હિંસક ઘટનાઓને રોકી શકાય છે. એ વિચારવું મૂર્ખતા છે કે વીરપ્પનને મારવાથી તસ્કરી પર કાબૂ મેળવી લેવાશે, અથવા લાદેનની હત્યા કરવાથી આતંકવાદને કાબૂમાં લેવામાં આવશે. તેવી જ રીતે, નિર્ભયા એક્ટ પણ દુષ્કર્મ અને દુષ્કર્મ દરમિયાન થતી હિંસા બંધ કરી શકશે નહીં.”
તેણે આગળ લખ્યું છે કે, સેક્સ શિક્ષણ ખાસ કરીને ભારતીય છોકરીઓને આપવું જોઈએ. ખાસ કરીને, 18 વર્ષની ઉંમરે, તેઓએ સાથે કોન્ડોમ રાખવુ જોઈએ. તે ખૂબ જ સામાન્ય તર્ક છે કે જો પુરુષોની ઇચ્છા પૂર્ણ થાય છે, તો પછી તેઓ મહિલાઓને મારી નહીં નાખે. સરકારે આવું કંઇક આયોજન કરવું જોઈએ.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.