ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની સામાન્ય ચૂંટણીની સાથે-સાથે ઉત્તરપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢની પેટાચૂંટણીઓને અનુલક્ષીને પાંચમી તારીખે સોમવારે સાંજે મતદાન પૂરુ થયા પછી જુદી-જુદી ન્યૂઝ ચેનલ, વેબસાઇટ કે ન્યુઝ એજન્સીઓ વતી એક્ઝિટ પોલના અનુમાનો આવવા શરૂ થઈ જાય છે. ચૂંટણી પાંચ વાગે પૂરી થયા પછી લગભગ સાડા પાંચ વાગ્યાથી જ એક્ઝિટ પોલ આવવા લાગે છે.
આ વખતે ચૂંટણીપંચે છેલ્લી ઘડીએ મહત્વનો નિર્ણય જાહેર કરતા ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન થયા પછી એક્ઝિટ પોલ તરત નહી આપી શકાય. સાંજે સાડા છ વાગ્યા સુધી કોઈપણ પ્રકારના અનુમાન અને એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂકાયો છે. આમ સાડા પાંચે શરૂ થનારો એક્ઝિટ પોલ હવે સાડા છ વાગ્યા સુધી શરૂ નહી થઈ શકે.
ભારતમાં પહેલી વખત 1998માં એક્ઝિટ પોલ અંગે ગાઇડન્સ જારી કરવામાં આવી હતી. ચૂંટણીપંચે 14 ફેબ્રુઆરી 1998ના રોજ સાંજે પાંચ વાગ્યાથી સાત માર્ચ 1998ના રોજ સાંજે પાંચ વાગ્યા સુધી ટીવી અને અખબારોમાં એક્ઝિટ પોલ તથા ઓપિનિયન પોલના પરિણામો જાહેર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
આમ ચૂંટણીપંચ એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ અંગે સમયાંતરે સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડે છે. રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 મુજબ તમામ તબક્કાઓ માટે મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી એક્ઝિટ પોલ બતાવી શકાતા નથી. એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન પૂરુ થયાના અડધા કલાક પછી એક્ઝિટ પોલના પરિણામો બતાવવામાં આવી શકે છે. આ કાયદા હેઠળ જો કોઈ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક્ઝિ પોલ અથવા ચૂંટણી સંબંધિત કોઈ સરવે બતાવે છે અથવા તો કોઈપણ ચૂંટણીપંચની માર્ગદર્શિકાનો ભંગકરે છે તો તેને બે વર્ષ સુધીની જેલ કે દંડ બંને થઈ શકે છે.
આ પ્રકારનો સર્વે ફક્ત મતદાનના દિવસે જ કરવામાં આવે છે. તેમા મતદારો સાથે વાતચીત કરીને એમણે કોને વોટ આપ્યો એ વિશે પૂછવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીનું આયોજન થયું હતું. આ સ્થિતિમાં આ સરવે દરેક તબક્કાના મતદાનના દિવસે મતદાન મથકની બહાર કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ
Brand ambasador of democracy/ઓપરેશન,પથારીગ્રસ્ત અને વ્હીલચેર પર આવનારા મતદારો લોકશાહીના બ્રાન્ડ એમ્બેસેડર