Not Set/ ATSએ કર્યો ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ, જુહાપુરાથી એક યુવકની કરવામાં આવી ધરપકડ

ગલ્ફ દેશોમાંથી ભારતમાં જે કોલ આવતા હોય છે તેમાં ઈન્ટરનેશનલ ચાર્જ લાગતા હોય છે પરંતુ બેહરિનમાં રેહતો આરોપી નજીબ તેના સાગીરતો અમિત અને સોહેલની મદદથી આ રેકેટ ચલાવતો હતો.

Top Stories Trending
koriya 1 ATSએ કર્યો ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ, જુહાપુરાથી એક યુવકની કરવામાં આવી ધરપકડ

ગુજરાત એટીએસએ વોઈપ એક્સચેન્જ સોફ્ટવેરનો ઉપયોગ કરીને દેશનાં અર્થતંત્રને નુકસાન પહોંચાડી તેમજ રાષ્ટ્રીય સલામતીને જોખમમાં મુકીને ગેરકાયદેસર રીતે ચાલતા ઈન્ટરનેશનલ કોલ સેન્ટરના રેકેટનો પર્દાફાસ કર્યો છે.

  • VOIP એક્સચેન્જનો ઉપયોગ કરી કરતા કોલ
  • ગુનામાં સામે 3 ફરાર આરોપીઓની તપાસ શરૂ
  • મહારાષ્ટ્રમાંથી પણ એક યુવકની ધરપકડ

વિદેશથી આવતા કોલને લોકલ કોલ બનાવીને દેશના અર્થતંત્રને નુકસાન કરનાર કોલ સેન્ટરના ગેંગના સભ્યોની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ATSએ જુહાપુરામાં રેડ પાડીને મો. શાહિદ લિયાક્ત અલી સૈયદની ધરપકડ કરી તેની પાસેથી 139 સિમકાર્ડ સહિત લેપટોપ, સિમ્બોક્સ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીની તપાસમાં મુંબઈમાં પણ દરોડા પાડીને સજ્જાદ સૈયદની ધરપકડ કરી 115 સિમકાર્ડ કબ્જે કરવામાં આવ્યા છે.

કોલ સેન્ટરના ATSએ કર્યો ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ, જુહાપુરાથી એક

મળતી માહિતી પ્રમાણે ગલ્ફ દેશોમાંથી ભારતમાં જે કોલ આવતા હોય છે તેમાં ઈન્ટરનેશનલ ચાર્જ લાગતા હોય છે પરંતુ બેહરિનમાં રેહતો આરોપી નજીબ તેના સાગીરતો અમિત અને સોહેલની મદદથી આ રેકેટ ચલાવતો હતો. નજીબ ત્યાં કોલિંગ કાર્ડ વેંચી દેતો હતો અને ભારતમાં આરોપીઓ એક્સચેન્જ ઉભું કરીને DOT ની ગાઈડ લાઈન વિરુદ્ધમાં ભારતમાં રીસીવરને મોકલી આપી કોલ કરનારની ખરી ઓળખ છુપાવીને આ રેકેટ ચલાવતા હતા. જેમાં ભારતના આરોપીઓને કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સિમ કાર્ડની વ્યવસ્થા અમિતે કરી હતી.

નોંધનીય છે કે હાલ આ લોકો છેલ્લા 1 વર્ષથી આ રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે.  પરંતુ આ લોકોને અત્યાર સુધીમાં કેટલા રૂપિયા મળ્યા છે.. અને આ ગેંગનો માસ્ટર માઈન્ડ નજીબ છે કે અન્ય કોઈ તે તમામ દિશામાં ગુજરાત એટીએસએ તપાસ કરી રહી છે..

હવામાં કોરોના / ભેજવાળા વાતાવરણમાં ઝડપથી ફેલાય છે કોરોના : સ્પેનની ઇન્સ્ટિટયૂટના સ્ટડીનું તારણ

કોરિયાનો કપરો કાળ / ઉત્તર કોરિયાની હાલત કફોડી, ભૂખમરાથી મરી રહ્યાં છે લોકો