Not Set/ #INDvAUS : એડિલેડ ટેસ્ટમાં શાનદાર પરફોર્મન્સ સાથે જ પુજારાએ આ ખાસ લિસ્ટમાં મેળવ્યું સ્થાન

એડિલેડ, એડિલેડના ઓવલ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જણાઈ રહી છે અને વિજયથી માત્ર ૬ વિકેટ દૂર છે. ચોથા દિવસના અંતે ભારત દ્વારા આપવામાં આવેલા ૩૨૩ રનના ટાર્ગેટ સામે યજમાન ટીમે ૪ વિકેટના નુકશાને ૧૦૪ રન બનાવ્યા છે. જો કે બીજી બાજુ ભારતીય ટીમ માટે સંકટમોચક […]

Trending Sports
pujara06122018 0 #INDvAUS : એડિલેડ ટેસ્ટમાં શાનદાર પરફોર્મન્સ સાથે જ પુજારાએ આ ખાસ લિસ્ટમાં મેળવ્યું સ્થાન

એડિલેડ,

એડિલેડના ઓવલ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જણાઈ રહી છે અને વિજયથી માત્ર ૬ વિકેટ દૂર છે.

ચોથા દિવસના અંતે ભારત દ્વારા આપવામાં આવેલા ૩૨૩ રનના ટાર્ગેટ સામે યજમાન ટીમે ૪ વિકેટના નુકશાને ૧૦૪ રન બનાવ્યા છે.

Dtfj8P0XoAEggoP #INDvAUS : એડિલેડ ટેસ્ટમાં શાનદાર પરફોર્મન્સ સાથે જ પુજારાએ આ ખાસ લિસ્ટમાં મેળવ્યું સ્થાન

જો કે બીજી બાજુ ભારતીય ટીમ માટે સંકટમોચક બનેલા ચેતેશ્વર પુજારાએ આ ટેસ્ટમાં ૧૨૩ અને ૭૧ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ બે ઇનિંગ્સ દરમિયાન પુજારાએ કુલ ૪૫૦ બોલનો સમાનો કર્યો હતો.

આ સાથે જ હવે પુજારા ઓસ્ટ્રેલિયાની ધરતી પાર એક ટેસ્ટમાં સૌથી વધુ બોલ રમવાના મામલે પાંચમા ક્રમ પાર આવી ગયો છે. પુજારાએ પ્રથમ ઇનિંગ્સમાં ૨૪૬ અને બીજી ઇનિંગ્સમાં ૨૦૪ બોલનો સામનો કર્યો હતો.

આ પહેલા વર્ષ ૧૯૪૮માં વિજય હજારેએ ૬૭૫ બોલ રમ્યા હતા અને આ મામલે તેઓ પ્રથમ સ્થાન પર છે. ત્યારબાદ ૨૦૦૩માં રાહુલ દ્રવિડ ૬૧૬ બોલ સાથે બીજા, ૨૦૦૪માં સચિન તેંડુલકર ૫૨૫ બોલ સાથે ત્રીજા, ૧૯૯૨માં રવિ શાસ્ત્રી ૪૭૭ બોલ સાથે ચોથા ક્રમ પર છે.