Not Set/ AMC દ્વારા દિવાળી બાદ શહેરના C.G. રોડ પર કાર પાર્કિંગ માટેની ફીમાં કરાશે વધારો!

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સત્તાવાળાઓ દ્વારા તાજેતરમાં સીજીરોડના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. જેના અંતર્ગત AMC દ્વારા સીજીરોડ પર દિવાળી બાદ રેગ્યુલરાઇઝડ ‘પે એન્ડ પાર્ક’ શરૂ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે કાર પાર્કિંગ માટે પ્રવર્તમાન પાર્કિંગ ફીમાં વધારો કરીને રૂ. ૨૦ ની વસૂલાત કરવામાં આવી શકે છે. AMC […]

Top Stories Ahmedabad Gujarat Trending
After Diwali, car parking fees will be Increaseed on C.G. Road by AMC

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સત્તાવાળાઓ દ્વારા તાજેતરમાં સીજીરોડના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. જેના અંતર્ગત AMC દ્વારા સીજીરોડ પર દિવાળી બાદ રેગ્યુલરાઇઝડ ‘પે એન્ડ પાર્ક’ શરૂ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે કાર પાર્કિંગ માટે પ્રવર્તમાન પાર્કિંગ ફીમાં વધારો કરીને રૂ. ૨૦ ની વસૂલાત કરવામાં આવી શકે છે.

AMC ના તંત્ર દ્વારા આગામી તા.૧ નવેમ્બર, ર૦૧૮એ મળનારી સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં સીજીરોડ પર રેગ્યુલરાઇઝ્ડ પે એન્ડ પાર્કને લગતી દરખાસ્ત મંજૂરી માટે મુકવામાં આવી છે. આ દરખાસ્ત અનુસાર સ્ટેડિયમ સર્કલથી લઈને પંચવટી સર્કલ સુધીના સીજીરોડ પર આવેલા વિવિધ ટેન્ડરો પૈકીના બીજા ક્રમની મહત્તમ ઓફર કરનાર આસીફખાન પઠાણની મહત્તમ ઓફર રૂ.પ૪ લાખના ટેન્ડરને માન્ય કરવાની હિલચાલ ચાલી રહી છે.

After Diwali, car parking fees will be Increaseed on C.G. Road by AMC
mantavyanews.com

અગાઉ આ રોડ પર ‘પે એન્ડ પાર્ક’ માટેના પ્રથમ ક્રમના મહત્તમ ઓફર કરનારને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવનાર હતો, પરંતુ આ કોઈ કારણસર ઓફર કરનારે પોતાના હાથ પાછા ખેંચી લીધા હતા, જેના કારણે એએમસીના તંત્ર દ્વારા તેમની અર્નેસ્ટ મનીને જપ્ત કરવામાં આવી હતી. આ પછી બીજા ક્રમની ઓફર કરનાર ટેન્ડર ભરનારી પાર્ટી સાથે ‘પે એન્ડ પાર્ક’ના કોન્ટ્રાક્ટ માટે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

આ ચર્ચામાં સીજીરોડના રિડેવપલમેન્ટ પ્રોજેક્ટના કારણે વચ્ચેના સમયગાળા દરમિયાન અમુક જગ્યાએ કામકાજ ચાલુ રહેવાનું છે. જેના કારણે આ ઓફર કરનાર પાર્ટી આસિફ ખાન પઠાણ દ્વારા દર ત્રણ મહિને એએમસીના સત્તાવાળાઓને પેમેન્ટ કરવાની શરત ઉપરાંતની અન્ય કેટલીક શરતો મૂકવામાં આવી હતી. બીજા ક્રમના આ ઓફર કરનાર પાર્ટી દ્વારા કરાયેલી શરતોને એએમસીના વહીવટીતંત્ર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. તંત્ર દ્વારા આ શરતોનો પણ મંજૂરી માટે કારોબારીની બેઠકમાં મુકાયેલી દરખાસ્તમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના સીજી રોડ પર સ્ટેડિયમ સર્કલથી લઈને પંચવટી સર્કલ સુધીના માર્ગ પર છેલ્લા બે મહિનાથી પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આઉટસોર્સિંગથી ‘પે એન્ડ પાર્ક’ની કામગીરી ચાલી રહી છે. જોકે એએમસી સમક્ષ હવે બીજા ક્રમની મહત્તમ ઓફર કરનાર પાર્ટી ‘પે એન્ડ પાર્ક’ માટે આગળ આવી છે.

After Diwali, car parking fees will be Increaseed on C.G. Road by AMC
mantavyanews.com

જેના કારણે એએમસી દ્વારા આ પાર્ટીના ટેન્ડરને સશર્ત બહાલી આપવા માટે આગામી ગુરુવારે મળનારી કારોબારીમાં રજૂ કરવામાં આવેલ છે. જેને આ બેઠકમાં કારોબારી દ્વારા બહાલી આપી દેવામાં આવશે. જેના લીધે એએમસી દ્વારા દિવાળી બાદ સીજી રોડ પર ‘રેગ્યુલરાઇઝડ પે એન્ડ પાર્ક’ શરૂ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના સીજી રોડ પર કેટલાક વેપારી લાંબા સમય સુધી પોતાના વાહનને પાર્ક કરતા હોવાથી તંત્ર દ્વારા છેલ્લા બે મહિનાથી પ્રતિકલાકના પાર્કિંગ દરથી પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવી  રહ્યો છે. જો કે ઓનસ્ટ્રીટ પાર્કિંગ માટેના ટેન્ડરને ગત તા. બીજી સપ્ટેમ્બરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.

શહેરના સીજી રોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સર્કલ સુધીના માર્ગ પરના બન્ને તરફના પટ્ટા પર ૮૩૯ ટુ વ્હીલર અને ૪૧પ ફોર વ્હીલર મળીને કુલ ૧રપ૪ પાર્ક થઇ શકે તેટલી સુવિધા છે. આ સ્થળોએ ‘પે એન્ડ પાર્ક’ સુવિધા અંતર્ગત દિવાળી બાદ વાહનચાલકોને પ્રતિ કલાકના ધોરણે ટુ વ્હીલર માટે રૂ.પાંચ, રિક્ષા અને થ્રી વ્હિલર માટે રૂ. દશ અને ફોર વ્હિલર માટે રૂ.વીસની ચૂકવણી કરવી પડશે. જો કે આ અગાઉ આ રોડ ઉપર ‘પે એન્ડ પાર્કિંગ માટે બે કલાક માટે ક્રમશ રૂ.છ,  બાર અને અઢાર હતા.