Not Set/ સમગ્ર રાજ્યમાં હીટવેવથી ગરમીનું પ્રમાણ વધશે: હવામાન વિભાગ

અમદાવાદ,  અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય હાલમાં આકરા તાપથી સેકાઇ રહ્યું છે. છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ, પોરબંદર, ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિતના વિસ્તારમાં હિટવેવની અસર જોવા મળી હતી તેમજ આગામી દિવસોમાં પણ સમગ્ર રાજ્યમાં હિટવેવની અસર વર્તાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. […]

Top Stories Gujarat Others
Heat Wave સમગ્ર રાજ્યમાં હીટવેવથી ગરમીનું પ્રમાણ વધશે: હવામાન વિભાગ

અમદાવાદ, 

અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય હાલમાં આકરા તાપથી સેકાઇ રહ્યું છે. છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ, પોરબંદર, ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિતના વિસ્તારમાં હિટવેવની અસર જોવા મળી હતી તેમજ આગામી દિવસોમાં પણ સમગ્ર રાજ્યમાં હિટવેવની અસર વર્તાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગના આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતના ત્રણ શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ચૂક્યું છે જેમાં ભૂજ 42 ડિગ્રી સાથે દેશનું તથા રાજ્યનું સૌથી ગરમ શહેર બની ગયું છે. જ્યારે રાજકોટ અને કંડલામાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો હતો.

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવનું પ્રમાણ વધશે:

સમગ્ર રાજ્યમાં ખાસ કરીને સૂકા વાતાવરણને કારણે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હીટવેવને કારણે ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. જો કે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાથી ત્યાં ગરમી ઘટશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી થવાની શક્યતા:

અમદાવાદના શહેરીજનોને સોમવારે આકરો તાપ સહન કરવાનો વારો આવ્યો હતો ત્યારે આ સપ્તાહના અંત સુધીમાં અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચે તેવા હવામાન વિભાગે સંકેત આપ્યા છે. શહેરીજનોને આ સપ્તાહે પણ સખત ગરમીનો સામનો કરવો પડશે.