Not Set/ સાણંદ: ઈન્ડિયન ઓઈલ કો. પાઈપલાઈનમાંથી ઓઈલચોરી ઝડપાઈ

સાણંદ, સાણંદની સૂરજ મોતી સ્કૂલના સંચાલકે સાગરીતો સાથે મળી સ્કૂલ કમ્પાઉન્ડમાં જ પાઈપલાઈન નાખી હતી અને ઓઈલ ચોરી કરતા હતા. અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સલાયા-મથુરાની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાં પંચર કરી અન્ય પાઈપલાઈન જોડી અને ઓઈલ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે સ્કૂલ સંચાલક સ‌હિત 3 લોકોની ધરપકડ કરી છે. સાણંદ અને […]

Ahmedabad Top Stories Others
mantavya 244 સાણંદ: ઈન્ડિયન ઓઈલ કો. પાઈપલાઈનમાંથી ઓઈલચોરી ઝડપાઈ

સાણંદ,

સાણંદની સૂરજ મોતી સ્કૂલના સંચાલકે સાગરીતો સાથે મળી સ્કૂલ કમ્પાઉન્ડમાં જ પાઈપલાઈન નાખી હતી અને ઓઈલ ચોરી કરતા હતા. અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સલાયા-મથુરાની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાં પંચર કરી અન્ય પાઈપલાઈન જોડી અને ઓઈલ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે સ્કૂલ સંચાલક સ‌હિત 3 લોકોની ધરપકડ કરી છે.

mantavya 245 સાણંદ: ઈન્ડિયન ઓઈલ કો. પાઈપલાઈનમાંથી ઓઈલચોરી ઝડપાઈ

સાણંદ અને આસપાસના વિસ્તારમાંથી સલાયા- મથુરાની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈન પસાર થાય છે. બે દિવસ પહેલાં ખેડાના નવાગામ સ્ટેશનના ઇન્ચાર્જ સીમરદીપસિંગ ભલ્લાએ આઈઓસીના ઓપરેશન મેનેજરને જાણ કરી હતી કે સાણંદ વિસ્તારમાં પાઇપલાઇનમાંથી ઓઇલ ચોરી થાય છે,

mantavya 246 સાણંદ: ઈન્ડિયન ઓઈલ કો. પાઈપલાઈનમાંથી ઓઈલચોરી ઝડપાઈ

જેથી અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને આઈઓસીના અધિકારીઓએ તપાસ કરતાં સાણંદની સૂરજ મોતી સ્કૂલ નજીક ખેતરમાંથી પસાર થતી પાઇપલાઇનમાં પંચર કરી અને ચોરી કરવામાં આવી છે.

mantavya 247 સાણંદ: ઈન્ડિયન ઓઈલ કો. પાઈપલાઈનમાંથી ઓઈલચોરી ઝડપાઈ

પોલીસ સાથે રાખી તપાસ કરતાં પાઇપલાઇનમાં પંચર પાડવામાં આવ્યું હતું અને વાલ્વ ફિટ કરી અન્ય એક પાઈપલાઈન ફિટ કરી અને તે સૂરજ મોતી સ્કૂલના કમ્પાઉન્ડમાં ફિટ કરવામાં આવી હતી.

mantavya 248 સાણંદ: ઈન્ડિયન ઓઈલ કો. પાઈપલાઈનમાંથી ઓઈલચોરી ઝડપાઈ

સ્કૂલ કમ્પાઉન્ડમાંથી અન્ય પાઈપલાઈન મળી આવી હતી. આ મામલે આઈઓસીના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.