Not Set/ video : રાજ્યમાં ધોધમાર વરસાદ, અંબાજી અને ગીર સોમનાથમાં પણ મન મુકીને વરસ્યો વરસાદ

ગુજરાત, રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દાહોદ, અંબાજી, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ મન મુકીને વરસ્યો હતો. વાત કરીએ સુરેન્દ્રનગરની તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ધંધુકાના બાજરડા ગામમાં પાણી ફરી વળ્યા છે. જેના પગલે બાજરડાથી ધંધુકાના રોડ પર પાણી ભરાતાં વાહન વ્યવહાર ઠપ્પ પડી ગયો છે. તો ગીર સોમનાથમાં પડી રહેલા અવિરત […]

Top Stories Gujarat Trending Videos
ahmedabad 17 video : રાજ્યમાં ધોધમાર વરસાદ, અંબાજી અને ગીર સોમનાથમાં પણ મન મુકીને વરસ્યો વરસાદ

ગુજરાત,

રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દાહોદ, અંબાજી, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ મન મુકીને વરસ્યો હતો. વાત કરીએ સુરેન્દ્રનગરની તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ધંધુકાના બાજરડા ગામમાં પાણી ફરી વળ્યા છે. જેના પગલે બાજરડાથી ધંધુકાના રોડ પર પાણી ભરાતાં વાહન વ્યવહાર ઠપ્પ પડી ગયો છે.

તો ગીર સોમનાથમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. ભારે વરસાદથી ખેતરોનું ધોવાણ થયું છે. તો ક્યાંક ખેતરમાં ભરેલા પાણીને કારણે પાક નિષ્ફળ જવાની ભિતિ વર્તાઇ રહી છે. જ્યારે અંબાજીમાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા હતા અને વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો…ત્યારે સમગ્ર અંબાજી પાણી પાણી થઇ ગયું છે.

1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અંબાજી ખેડબ્રહ્મા  હાઇવે પાણીમાં ઘરકાવ થઇ ગયો છે. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ દાહોદમાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે નદી નાળાઓ પાણી ભરાઇ ગયા છે. જેના પગલે છેલ્લા એક અઠવાડિયા થઈ વરસાદની રાહ જોઈ રહેલા લોકોમાં આનંદ છવાયો છે.