beer/ આ દેશ બીયર પીવાના નંબર વન, દરેક વ્યક્તિ એક વર્ષમાં 140 લિટર બીયર ટગટાવી જાય છે!

આ યુરોપિયન દેશમાં દરેક વ્યક્તિ વાર્ષિક 140 લિટર બીયર ગટગટાવી જાય છે.

World Trending
Mantavyanews 57 1 આ દેશ બીયર પીવાના નંબર વન, દરેક વ્યક્તિ એક વર્ષમાં 140 લિટર બીયર ટગટાવી જાય છે!

શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધુ બીયરની ખપત ક્યા દેશમાં થાઈ છે? જવાબ છે ચેક રિપબ્લિક. આ યુરોપિયન દેશમાં દરેક વ્યક્તિ વાર્ષિક 140 લિટર બીયર ગટગટાવી જાય છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, સૌથી વધુ બીયર પીવાના સંદર્ભમાં 10માંથી 9 દેશો યુરોપના છે. જેમાં ચેક રિપબ્લિક, ઓસ્ટ્રિયા, રોમાનિયા, જર્મની, પોલેન્ડ, આયર્લેન્ડ, સ્પેન, ક્રોએશિયા અને લાતવિયાનો સમાવેશ થાય છે. ટોચના 10માં સામેલ એકમાત્ર બિન-યુરોપિયન દેશ નામિબિયા છે. આ આફ્રિકન દેશમાં દરેક વ્યક્તિ વાર્ષિક 95.5 લિટર બિયર પીવે છે. આ યાદીમાં સૌથી નીચે ઈન્ડોનેશિયા છે. આ દેશમાં બીયરનો વાર્ષિક ખપત 0.7 લીટર છે.

સૌથી વધુ બીયરનો વપરાશ કરતા દેશોની યાદીમાં ઓસ્ટ્રિયા બીજા સ્થાને છે. આ દેશમાં દરેક વ્યક્તિ એક વર્ષમાં 107.8 લીટર બીયર પીવે છે. રોમાનિયામાં આ આંકડો 100.3 લિટર, જર્મનીમાં 99.8 લિટર અને પોલેન્ડમાં 97.7 લિટર છે. આયર્લેન્ડમાં દરેક વ્યક્તિ એક વર્ષમાં 92.9 લિટર બિયરનો વપરાશ કરે છે.સાથે સ્પેનમાં વ્યક્તિદીઠ બીયરનો વાર્ષિક વપરાશ 88.8 લિટર, ક્રોએશિયામાં 85.5 લિટર અને લાતવિયામાં 81.4 લિટર છે.ત્યાર બાદ એસ્ટોનિયા (80.5 લિટર), સ્લોવેનિયા (80 લિટર), નેધરલેન્ડ (79.3 લિટર), બલ્ગેરિયા (78.7 લિટર), પનામા (78.3 લિટર), ઓસ્ટ્રેલિયા (75.1 લિટર) અને લિથુઆનિયા (74.4 લિટર) આવે છે.

અમેરિકામાં વ્યક્તિદીઠ બીયરનો વાર્ષિક વપરાશ 72.7 લિટર છે અને યુકેમાં તે 70.3 લિટર છે. બ્રિક્સ દેશોમાં દક્ષિણ આફ્રિકા ટોચ પર છે. આ દેશમાં દરેક વ્યક્તિ દર વર્ષે 60.1 લિટર બીયર પીવે છે.એશિયન દેશોમાં દક્ષિણ કોરિયા નંબર વન છે.દક્ષિણ કોરિયામાં બીયરનો વાર્ષિક વપરાશ માથાદીઠ 39.4 લિટર છે.ચીનમાં દરેક વ્યક્તિ એક વર્ષમાં 29 લિટર બિયર પીવે છે.આ યાદીમાં ભારત એકદમ નીચે છે.ભારતમાં બીયરનો વાર્ષિક વપરાશ માથાદીઠ બે લિટર છે. માત્ર ઈન્ડોનેશિયા ભારતથી નીચે છે. ઈસ્લામિક દેશ ઈન્ડોનેશિયામાં બિયરનો વાર્ષિક વપરાશ પ્રતિ વ્યક્તિ માત્ર 0.70 લિટર છે.

આ પણ વાંચો: ASIAN GAMES/ એશિયન ગેમ્સ પહેલા ચીને ફરી પોતાનો રંગ બતાવ્યો,ભારતે આપ્યો જોરદાર જવાબ

આ પણ વાંચો: IND Vs AUS 1st ODI Live/ મોહાલીમાં વરસાદને કારણે રમત બંધ, ભારત સામે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 166/4

આ પણ વાંચો: Raid/ 200 કરોડથી વધુની કરચોરીનો આરોપઃ લક્સ ઇન્ડસ્ટ્રીઝ પર રેડ