ટ્રેન અકસ્માત/ વલસાડ પાસે ટ્રેનની અડફેટે રાષ્ટ્રીય પક્ષીનું મોત

વલસાડમાં ટ્રેન અકસ્માતમાં રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો ધરાવતા મોરનું મોત નિપજતા પ્રશાશન દોડતું થઇ ગયું હતું. ગઈ કાલે અગ્રસ્ત ક્રાંતિ ટ્રેન વલસાડ ખાતેથી પસાર થઇ રહી હતી ત્યારે ડુંગરી નામના ગામડા પાસે જયારે ટ્રેન પહોંચી હતી ત્યારે ટ્રેનની અડફેટે આવી જતા મોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રેલવે લાઈન ઉપર અચાનક મોર આવી જતા અગ્રસ્ત […]

Gujarat
Sapne Me Mor Dekhna 2 1200x900 1 વલસાડ પાસે ટ્રેનની અડફેટે રાષ્ટ્રીય પક્ષીનું મોત

વલસાડમાં ટ્રેન અકસ્માતમાં રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો ધરાવતા મોરનું મોત નિપજતા પ્રશાશન દોડતું થઇ ગયું હતું. ગઈ કાલે અગ્રસ્ત ક્રાંતિ ટ્રેન વલસાડ ખાતેથી પસાર થઇ રહી હતી ત્યારે ડુંગરી નામના ગામડા પાસે જયારે ટ્રેન પહોંચી હતી ત્યારે ટ્રેનની અડફેટે આવી જતા મોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

રેલવે લાઈન ઉપર અચાનક મોર આવી જતા અગ્રસ્ત ક્રાંતિ ટ્રેનના ડ્રાયવરે ટ્રેનની ધીમી પાડવાની કોશિશ કરી હતી. જોકે, સ્પીડ વધારે હોવાથી ટ્રેન ધીમી થઇ શકી ન હતી અને ટ્રેનની અડફેટે આવી જતા મોરનું મોત નિપજતા ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મોરના કપાઈ ગયેલા અંગોને રેલવે વિભાગ પાસેથી તેનો કબ્જો લઈને ફોરેસ્ટ વિભાગે તેની અંતિમ વિધિ કરવા માટે વલસાડ લઇ ગયા હતા. જ્યાં તેની બંધારણના નીતિ નિયમો મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી.