Not Set/ ‘ફાધર ઓફ ધ નેશન’ મહાત્મા ગાંધી : બોલિવુડની આ ફિલ્મોમાં છવાયેલા રહ્યા બાપુ

ગુજરાતમાં 2 ઓક્ટોબર 1869 નાં રોજ જન્મેલા, મોહનદાસ કરમચંદ ગાંધીએ સત્ય અને અહિંસાને પોતાના મારક અને અચૂક શસ્ત્ર બનાવ્યાં હતા, જેની આગળ વિશ્વનાં સૌથી શક્તિશાળી બ્રિટીશ સામ્રાજ્યને પણ ઘૂંટણે પડવુ પડ્યુ હતુ. ગાંધીજીનાં જીવન પર ઘણી ફિલ્મો બની છે, તેથી આજે આ ખાસ દિવસે તમને એવી ફિલ્મો વિશે જણાવીએ કે જેમાં ગાંધીજીનાં જીવનનાં વિવિધ પાસાઓ […]

Top Stories India
pjimage 2019 10 01T152836.122 ‘ફાધર ઓફ ધ નેશન’ મહાત્મા ગાંધી : બોલિવુડની આ ફિલ્મોમાં છવાયેલા રહ્યા બાપુ

ગુજરાતમાં 2 ઓક્ટોબર 1869 નાં રોજ જન્મેલા, મોહનદાસ કરમચંદ ગાંધીએ સત્ય અને અહિંસાને પોતાના મારક અને અચૂક શસ્ત્ર બનાવ્યાં હતા, જેની આગળ વિશ્વનાં સૌથી શક્તિશાળી બ્રિટીશ સામ્રાજ્યને પણ ઘૂંટણે પડવુ પડ્યુ હતુ. ગાંધીજીનાં જીવન પર ઘણી ફિલ્મો બની છે, તેથી આજે આ ખાસ દિવસે તમને એવી ફિલ્મો વિશે જણાવીએ કે જેમાં ગાંધીજીનાં જીવનનાં વિવિધ પાસાઓ બતાવવામાં આવ્યા છે.

લગે રહો મુન્નાભાઈ

lage raho ‘ફાધર ઓફ ધ નેશન’ મહાત્મા ગાંધી : બોલિવુડની આ ફિલ્મોમાં છવાયેલા રહ્યા બાપુ

ગાંધીજીનાં ઉપદેશને લઇને બોલિવુડની ફિલ્મોની વાત કરવામા આવે ત્યારે સૌ પ્રથમ લગે રહો મુન્નાભાઈ ફિલ્મની યાદ આવે છે. લગે રહો મુન્નાભાઈ 2006 માં રાજકુમાર હિરાની દિગ્દર્શિત સુપરહિટ ફિલ્મ હતી. આ ફિલ્મમાં મુન્ના ભાઈનો રોલ કરનાર સંજય દત્ત ગાંધીજીનાં માર્ગદર્શન હેઠળ કામ કરે છે. ફિલ્મમાં મહાત્મા ગાંધી સંજય દત્ત સાથે નજરે પડે છે. દિલીપ પ્રભાવલકરે ગાંધીજીની ભૂમિકા ભજવી હતી.

ગાંધી

gandhi1 ‘ફાધર ઓફ ધ નેશન’ મહાત્મા ગાંધી : બોલિવુડની આ ફિલ્મોમાં છવાયેલા રહ્યા બાપુ

મહાત્મા ગાંધીનાં જીવન પર બનેલી ઓસ્કર એવોર્ડથી નવાજવામાં આવેલી રિચર્ડ એટનબરોની ફિલ્મ ગાંધી વર્ષ 1982 માં બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં, હોલીવુડ અભિનેતા બેન કિન્સ્લેએ ગાંધીજીનો રોલ કર્યો હતો. આ ફિલ્મ ગાંધીજીનાં જીવન પર બનેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં બિહારમાં ચંપારણ ચળવળ દર્શાવવામાં આવી છે.

ગાંધી માય ફાધર

Gandhi my Father ‘ફાધર ઓફ ધ નેશન’ મહાત્મા ગાંધી : બોલિવુડની આ ફિલ્મોમાં છવાયેલા રહ્યા બાપુ

આ ફિલ્મ ગાંધીજીનાં જીવનની દુખદ ઘટનાનું નિરૂપણ છે. મહાત્મા ગાંધી અને તેમના પુત્ર હરિલાલ વચ્ચેનાં સંબંધો પર વર્ષ 2007 માં ફિરોઝ અબ્બાસ મસ્તાનના નિર્દેશનમાં બનેલી ગાંધી માય ફાધર રિલીઝ થઇ હતી. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આ ફિલ્મમાં મહાત્મા ગાંધીજીનું પાત્ર દર્શન જરીવાલાએ ભજવ્યું હતું.

ધ મેકિંગ ઓફ ગાંધી

The Making of Gandhi ‘ફાધર ઓફ ધ નેશન’ મહાત્મા ગાંધી : બોલિવુડની આ ફિલ્મોમાં છવાયેલા રહ્યા બાપુ

શ્યામ બેનેગલ દ્વારા દિગ્દર્શિત ધ મેકિંગ ઓiફ ગાંધી વર્ષ 1996 માં રજૂ કરવામાં આવી હતી. તેમાં મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા બનવાની વાર્તા દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં રજિત કપૂરે ગાંધીજીનો અભિનય કર્યો હતો.

સરદાર

sardar ‘ફાધર ઓફ ધ નેશન’ મહાત્મા ગાંધી : બોલિવુડની આ ફિલ્મોમાં છવાયેલા રહ્યા બાપુ

અન્નુ કપૂરે કેતન મહેતા દિગ્દર્શિત સરદારમાં મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી હતી. ગાંધી અને સરદાર પટેલનાં મંતવ્યોનાં મતભેદોને દર્શાવતી આ ફિલ્મ, બંને વચ્ચેનાં સંબંધોને સમજવાનો અવસર આપે છે. ફિલ્મમાં પરેશ રાવલે સરદાર પટેલની ભૂમિકા ભજવી હતી.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.