Gandhinagar/ 4 વર્ષની બાળકીને 6 માસમાં 2 વાર શ્વાન કરડ્યું, તંત્રએ આપ્યો ઉડાઉ જવાબ

ગાંધીનગરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે. પાટનગરમાં રહેતી એક ચાર વર્ષની માસુમ દીકરીને છ મહિનાના ટૂંકા ગાળામાં બે વાર શ્વાને હુમલો કરી ઇજા પહોંચાડી છે. તાજેતરમાં ફરીથી શ્વાને બાળકી પર…

Gandhinagar Top Stories Gujarat
Girl Bitten by Dog

Girl Bitten by Dog: ગાંધીનગરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે. પાટનગરમાં રહેતી એક ચાર વર્ષની માસુમ બાળકીને 6 મહિનાના ટૂંકા ગાળામાં બે વાર શ્વાને હુમલો કરી ઇજા પહોંચાડી છે. તાજેતરમાં ફરીથી શ્વાને બાળકી પર હુમલો કરતા પિતાએ ફરિયાદ નોંધાવવા માટે અને શ્વાનને પકડી જવા માટે તંત્રના અધિકારીઓને વિનંતી કરી હતી. જોકે, અમે કંઈ શ્વાન પકડવા નવરા છીએ ?  તેમ કહી સરકારી બાબુઓએ ઉદ્ધતાઈ ભર્યા જવાબો આપ્યા હતા.

પાટનગરમાં રહેતી ધ્યાની વિજયભાઈ વાઘેલા છેલ્લા છ મહિનામાં બે વાર શ્વાનના હુમલાનો ભોગ બની હતી. કુતરુ કરડતા બેવાર સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આજરોજ ફરીથી સોસાયટીના શ્વાનએ ધ્યાની ઉપર હુમલો કરતા તેના પિતાએ આ મામલે તંત્રમાં રજૂઆત કરી હતી. અગાઉ પણ પિતાએ જ્યારે બે વાર રજૂઆત કરી હતી ત્યારે તંત્રએ શ્વાન પકડી જઈશું તેમ કહ્યું હતું જો કે બાદમાં કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. આજે ફરીથી જ્યારે જ્ઞાની ના પિતાએ ફરિયાદ કરી ત્યારે અમે કાંઈ શ્વાન પકડવા નવરા છીએ તેવો ઉદ્ધતાઈ ભર્યો જવાબ સરકારી બાબુએ આપ્યો હતો. જેને લઈને જ્ઞાનીના પિતા નારાજ થયા હતા. પ્રજાલક્ષી કામગીરી કરવામાં કારીબાબુ દ્વારા કાયમ બેજવાબદારી ભર્યું વલણ જ અપનાવવામાં આવે છે.

અગાઉ સુરતના ખજોદ વિસ્તારમાં ડોગ બાઈટના કેસ મામલે બે વર્ષીય બાળકીનું સારવાર ચાલ્યા બાદ અંતે રાત્રે મૃત્યુ નીપજ્યું હતું. બાળકીના શરીર પર 30થી વધુ ડોગ બાઈટના ઘા મળી આવ્યા હતા. આ ઉપરાંત વડોદરા વાઘોડિયા વિસ્તારમાં 10થી 15 જેટલા લોકો પર રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. શ્વાનોનો આ પ્રમાણ આતંક જોતા સ્થાનિકોએ ઘર બહાર જવાનું પણ ટાળ્યું હતું. શ્વાનો એક પછી એક બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે વારંવાર થતા શ્વાનના હુમલાને લીધે નાના બાળકોના વાલીઓમાં ભય ફેલાઈ ગયો છે અને હવે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

આ પણ વાંચો: Ahmedabad/BMW હિટ એન્ડ રન, અકસ્માત સર્જનાર સત્યમના પિતાનું ચોંકાવનારું નિવેદન

આ પણ વાંચો: Karnataka/PM મોદીનો જાદુ દરેક જગ્યાએ કામ કરી રહ્યો છે: અમિત શાહ

આ પણ વાંચો: PM Modi Gujarat Visit/PM મોદી ઓસ્ટ્રેલિયાના PM સાથે અમદાવાદ ટેસ્ટ નિહાળશે